Gujarat MLA : ગુજરાતના બે ધારાસભ્યો હાલ ચર્ચામાં આવ્યા છે. જેમાં એક છે ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને બીજા કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા. ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને કોર્ટે 2010 ના મારામારી કેસમાં સજા સંભળાવી છે. તો બીજી તરફ, છેડતીના કેસમાં પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમારને હાઈકોર્ટે તરફથી મળી રાહત છે. તેમની 17 ફેબ્રુઆરી સુધી ધરપકડ પર મનાઈ હુકમ ફરમાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગજેન્દ્રસિંહ પરમારને રાહત
પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે આગોતરા જામીન માટે કરેલી અરજી મામલે તેમને આંશિક રાહત મળી છે. ગુજરાત હાઇકોર્ટે સિરોહી DSP ને ઈશ્યું કરી નોટિસ, તેમજ 17 ફેબ્રુઆરી સુધી ધરપકડ પર કોર્ટનો મનાઈહુકમ ફરમાવ્યો છે. ગજેન્દ્રસિંહે ધરપકડથી બચવા જામીન મંજુર કોર્ટમાં રજૂઆત કરી હતી. તેમજ પોલીસ તપાસમાં સાથ સહકાર આપવાની આપી કોર્ટમાં બાંહેધરી આપી હતી. પોલીસ પકડથી બચવા ગજેન્દ્ર સિંહે હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. ગજેન્દ્રસિંહ પરમાર સામે રાજસ્થાનમા પોકસો એકટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ છે. 


આ પણ વાંચો : 


દરેક ગુજરાતી માટે ચોંકાવનારો વીડિયો, અમદાવાદમાં બાળક નશામાં લથડિયા ખાતો જોવા મળ્યો


વિમલ ચુડાસમાને 6 માસની સજા
માળીયા હાટીના કોર્ટ દ્વારા ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચૂડાસમા સહીત 4 લોકોને હુમલાની ઘટનામા 6 માસની સજા ફટકારવામાં આવી છે. 2010ના મારામારી કેસમાં ગીર સોમનાથ ધારાસભ્ય વિમલ ચૂડાસમા દોષિત જાહેર કરાયા છે. ત્યારે માળીયા કોર્ટે તેમને દોષિત જાહેર કરીને 6 માસની સજા સંભળાવી છે. ધારાસભ્ય વિમલ ચુડાસમા સહીત 4 લોકોને સજા ફટકારવામાં આવતા ઉપલી કોર્ટમાં અપીલ કરવાની તૈયારી કરી છે. કોર્ટના નિર્ણય બાદ વિમલ ચુડાસમાએ ભાજપ પર આક્ષેપ લગાવ્યા છે. તેઓએ કહ્યું કે, મને ખોટી રીતે ફસાવ્યો હતા. ભાજપમાં મને આવવા માટે આવુ પ્રેશર કરતુ હતું.


ગજેન્દ્રસિંહ સામે સગીરાને છેડતીની ફરિયાદ
એક મહિલાએ રાજસ્થાનમાં ફરિયાદ નોંધાવી છે.  મહિલાએ આક્ષેપ કર્યો છે કે, ઓગસ્ટ ૨૦૨૦માં તે ગજેન્દ્રસિંહ પરમાર સાથે જેસલમેર જઇ રહી હતી, ત્યારે આબુ રોડ પર આવતા તેણે મહિલા સાથે આવેલી તેની સગીર પુત્રી સાથે શારિરીક છેડછાડ કરી હતી અને આ બાબતે અરજી કરતા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે સિરોહી પોલીસે કોઇ પગલા ન ભરતા કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા હતા અને છેવટે કોર્ટના હુકમના આધારે ગજેન્દ્ર પરમાર અને ધમકી આપનાર મહેશ પટેલ વિરૂદ્વ ગુનો નોંધવાનો આદેશ કરતા ફરિયાદ નોંધાઇ છે. ગજેન્દ્રસિંહ પરમાર હાલમાં પ્રાંતિજના ધારાસભ્ય અને એક સમયના પૂર્વમંત્રી છે.


આ પણ વાંચો : 


તલાટીની અછત : ગુજરાતમાં 15000 જેટલા તલાટીઓની ખાલી જગ્યા ક્યારે ભરશે સરકાર?


ગુજરાતીઓને ફરવા વધુ એક જગ્યા મળી ગઈ, આ સુંદર ટાપુને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માંગ