પોલીસ ન પકડે તે માટે ચોરોનું અપડાઉન! ભાવનગરથી ચોરી કરવા માટે રિક્ષા લઇને આવતા અને...
200 કિલોમીટર દૂરથી રીક્ષા લઈને અમદાવાદમાં ચોરી કરવા આવતા ચાલાક ચોરને વાસણા પોલીસે ઝડપી પાડયા છે. સિનિયર સીટીઝન્સને ટાર્ગેટ બનાવી તેમની પાસેનું સોનુ અને ચાંદી આરોપી ચોરી કરતા હતા. આરોપીઓના નામ છે ભરત મીઠાપરા, કરણ ઉર્ફે લંગડો તેમજ ધીરુ મીઠાપરા. આ ત્રણે આરોપી ભાવનગર અને અમરેલીના રહેવાસી છે. જે રીક્ષા લઈને ચોરી કરવા 200 કિલોમીટર દૂર અમદાવાદ આવતા. સિનિયર સીટીઝનને તેમનો શિકાર બનાવતા હતા. ત્રણેય આરોપી રીક્ષામાં બેસેલ સિનિયર સીટીઝનના હાથમાં પહેરેલી બંગડી અને ગળામાં પહેરેલ સોનાનો દોરો ખબર ના પડે તે રીતે તોડીને ફરાર થઇ જતાં હતા.
જાવેદ સૈયદ/અમદાવાદ : 200 કિલોમીટર દૂરથી રીક્ષા લઈને અમદાવાદમાં ચોરી કરવા આવતા ચાલાક ચોરને વાસણા પોલીસે ઝડપી પાડયા છે. સિનિયર સીટીઝન્સને ટાર્ગેટ બનાવી તેમની પાસેનું સોનુ અને ચાંદી આરોપી ચોરી કરતા હતા. આરોપીઓના નામ છે ભરત મીઠાપરા, કરણ ઉર્ફે લંગડો તેમજ ધીરુ મીઠાપરા. આ ત્રણે આરોપી ભાવનગર અને અમરેલીના રહેવાસી છે. જે રીક્ષા લઈને ચોરી કરવા 200 કિલોમીટર દૂર અમદાવાદ આવતા. સિનિયર સીટીઝનને તેમનો શિકાર બનાવતા હતા. ત્રણેય આરોપી રીક્ષામાં બેસેલ સિનિયર સીટીઝનના હાથમાં પહેરેલી બંગડી અને ગળામાં પહેરેલ સોનાનો દોરો ખબર ના પડે તે રીતે તોડીને ફરાર થઇ જતાં હતા.
અમદાવાદ : આશારામની હત્યાથી ચકચાર, હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરાયો
જોકે નવાઈની વાત છે કે, ભરત મીઠાપરા નામનો આરોપી ભાવનગરથી અમદાવાદ રીક્ષા લઈને ચોરી માટે આવતો. જ્યારે અમરેલીથી કરણ ઉર્ફે લંગડો અને ધીરુ મીઠાપરા અમદાવાદ બાઇક લઈને પહોંચતા હતા. ભરત સિનિયર સીટીઝનને રીક્ષામાં બેસાડતો હતો. અન્ય 2 આરોપીમાંથી એક આરોપી બાઇક પરથી ઉતરીને રસ્તામાં ઉભો રહી જતો અને પેસેન્જર સ્વરૂપે રીક્ષામાં બેસતો હતો. બાજુમાં બેસેલા સિનિયર સીટીઝનની સોનાની બંગડી અને ચેન તોડી લેતા હતા.
આ ચોરને પકડીને પોલીસ પણ પસ્તાઇ રહી છે! તેની વાત સાંભળીને તમે પણ ચોક્કસ થશો ભાવુક
આ ત્રણે આરોપીઓ મુખ્યત્વે માછલીનો વ્યવસાય કરતા હતા. ત્યાં ત્રણેય આરોપી મળ્યા હતા. ત્યાર બાદ રૂપિયા ઝડપથી કમાવવા માટે આ રસ્તો અપનાવ્યો હતો. તેઓ પોતાની રિક્ષામાં વૃદ્ધ અને સીનિયર સિટિઝન્સને ટાર્ગેટ કરતા હતા. જો કે પોલીસ આ ત્રણેય ચાલાક ચોરને ઝડપી લીધો હતો. હાલ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી તેમણે કેટલા ગુના આચર્યા વગેરે બાબતો અંગે તપાસ ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube