દિનેશ ચંદ્રવાડિયા, ઉપલેટા: ઉપલેટા (Upleta) માં સોમનાથ મહાદેવ મંદિરના પરિસરમાં એક વૃદ્ધની હત્યા (Murder) થઈ હતી. જેમાં એક વ્યક્તિની ઘરપકડ કરીને કાયદેસરની કર્યાવહી શરૂ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2 દિવસ પહેલા ઉપલેટાના સોમનાથ મહાદેવ મંદિર (Somnath Mahadev Temple) ના આંગણામાંથી એક વૃદ્ધની લાશ (Dead Body) મળી હતી. પ્રાથમિક તપાસમાં લાશ જોતા લાશને ઢસડવામાં આવી હતી. ગડદાપાટુનો માર માર્યો હતો. સાથે માથામાં અને પેટના ભાગે શરીરમાં મારના નિશાન જોવા મળ્યા હતા. હત્યાના આ બનાવમાં ઉપલેટાના બસ સ્ટેન્ડ સામેના વણકર વાસના શેરી નં. 4 ના રહેવાસી એવા માધવજીભાઈ ઉર્ફે બટુકભાઈ વિંઝુડાની હત્યા થઈ હતી. 

કોઇએ વિચાર્યું નહી હોય કે આવા જર્જરિત મકાનમાં ચાલતો હતો દેહવેપાર, મહિલા સહિત 5ની ધરપકડ


ઘટના મુજબ સોમનાથ મહાદેવ (Somnath Temple) ના મંદિરે માધવજીભાઈ વિંઝુડા એકલા બેઠા હતા ત્યારે અહીં નારણભાઇ પોલાભાઈ ઘુલ ત્યાં આવેલ હતો. અને જમવાની બાબતમાં કજીયો થયો હતો અને આ કજીયો ઉગ્ર થઇ ગયો હતો. જેને લઈને મામલો બીચકયો હતો અને નારણભાઇએ માધાવજીભાઈ સાથે મારામારી ઉપર ઉતરી આવ્યા હતા અને તેને શરીરે ગડદાપાટુનો માર મારીને તેને ઢસડ્યા હતા.


જેને લઈને માધવજીભાઈનું મોત નિપજ્યુ હતું. આરોપી અને હત્યારો નારણભાઇ માધવજીભાઈને મારીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને ઉપલેટા પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને આરોપીને ગણતરીની કલાકોમાં જ પકડી પડ્યો હતો.


શું છે આરોપીનો ગુનાહિત ઇતિહાસ ?
પકડાયેલ આરોપી નારણભાઇ ઘૂલ અઠંગ ગુનેગાર છે. ઉપલેટા પોલીસ સ્ટેશનમાં 7 જેટલા ગુના નોંધાઇ ચુક્યા છે અને તેને અવારનવાર પ્રોહીબીસનના ગુનામાં પકડાઈ ચુક્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube