દિનેશ ચંદ્રવાડિયા/રાજકોટ :ઉપલેટામાં ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે મહિલાઓના ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યા છે. એક કારચાલેક પગપાળા જઈ રહેલા પદયાત્રીઓ પર કાર ચઢાવી હતી, જેમાં બે મહિલા પદયાત્રીઓના મોત નિપજ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા જિલ્લાના પાદરાથી એક સંઘ પગપાળા દ્વારકા જવા નીકળ્યો હતો. આ પગપાળા સંઘમાં 90 પુરુષ અને કેટલીક મહિલાઓ સામેલ હતી. ગતરાત્રિના રોજ પગપાળા સંઘ ધોરાજી તાલુકાના સુપેડી પહોંચ્યો હતો. સુપેડી ગામે રાતવાસો કર્યા બાદ સવારે પુરુષ અને મહિલાઓનો સંઘ પગપાળા આગળ ચાલતો થયો હતો. તેના બાદ સંઘ ઉપલેટા પોરબંદર હાઈવે પર મોજ નદીના કાંઠે પુલ પાસે આવેલ કારેશ્વર મહાદેવના મંદિર સામે પહોંચ્યો હતો. જ્યાં આ કરૂણ ઘટના બની હતી. GJ O1 RA 7100 નંબરની કારના ચાલકે અહી રોડ પર કાબૂ ગુમાવ્યો હતો. કારચાલકે સંઘના લોકોને પાછળથી ટક્કર મારી હતી. જેમાં બે મહિલા પદયાત્રીઓનું મોત નિપજ્યુ હતું.




મૃતકોમાં કૈલાસબેન ગોવિંદભાઈ ચૌહાણ અને કૈલાસબેન ભગવાનસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. બંને ઘરકામ કરીને પરિવારનુ ગુજરાન ચલાવતા હતા. બનાવની જાણ થતાં ઉપલેટા પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કોટેજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદથી પોરબંદર જઈ રહેલા કાર ચાલકની પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશન ખાતે લઇ જવાયો હતો.