દિનેશ ચંદ્રવાડીયા/ઉપલેટા : લાંબા વિરામ બાદ મેઘરાજાએ સૌરાષ્ટ્ર ભરમાં પ્રવેશ કર્યો છે. જેમાં રાજકોટ જિલ્લામાં પણ મન મૂકીને વરસ્યા છે, ત્યારે ધોરાજી તાલુકામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું હતું. જેમાં મોટીમારડ ગામમાં ધોધમાર  10 ઇંચ જેવો વરસાદ પડતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ગામની હાલત પણ ખરાબ થઇ ગઈ હતી. ગઈકાલે રાજકોટ જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કર્યું હતું. જેમાં રાજકોટ શહેર બાદ તેના તમામ તાલુકા માં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હતા તો કોઈ જગ્યાએ મેઘરાજાએ અતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VALSAD: આદિવાસી વિસ્તારોમાં વિહીપનું અભિયાન, નાગરિકોને જાગૃત કરીને ઘર વાપસી કરાવાશે


જેમાં ધોરાજી તાલુના મોટીમારડ ગામ ઉપર માત્ર 3 થી 4 કલાકમાં 10 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. જેને લઈને ગામની નદીમાં પૂર આવ્યું હતું. આ પૂરના પાણી ગામમાં આવી ગયા હતા. ગામ શેરી અને ગલીઓમાં પણ નદીના પાણી ઘુસી ગયા હતા. જયારે જેના ઘરો થોડા પણ નીચાણ વાળા વિસ્તારમાં મકાન કે ઘર હતા ત્યાં તેઓના ઘરમાં પણ પાણી ઘુસી જતા લોકોની હાલત ખરાબ થઇ હતી. ગલીઓમાં અને શેરીઓમાં નદીના પાણી ઘુસી જતા કાદવ અને કીચડનું સામ્રાજ્ય ઉભું થયું હતું. સતત વરસી રહેલ વરસાદના પગલે લોકો ઘરની બહાર પણ નીકળી શક્યા ન હતા અને વરસતા વરસાદમાં ભયના ઓથાર નીચે રાત વિતાવી હતી.


ગુજરાતમાંથી કોરોનાના બે ખતરનાક વેરિયન્ટ મળી આવતા, આરોગ્ય અગ્ર સચિવની પત્રકાર પરિષદ, લોકોને કરી ખાસ અપીલ


ગઈકાલે મોટીમારડમાં માત્ર 3 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગામની હાલત દયનિય થઇ ગઈ હતી. તેમાં પણ ગામની કૃષ્ણનગર સોસાયટીની હાલત ખુબ જ દયનિય થઇ હતી. કૃષ્ણનગર સોસાયટી અને અને ગામને જોડતો એક માત્ર 45 વર્ષ જૂનો જર્જરિત પુલ નદીના પૂરના પાણીમાં ગરક થયો હતો. જેના પગલે કૃષ્ણનગર ગામ વિખૂટું પડી ગયું હતું. આ સોસાયટીના તમામ લોકો દૂધ સહીતની તમામ વસ્તુથી વંચિત રહ્યાં હતા. કૃષ્ણનગર સોસાયટીમાં પણ નદીના પૂરના પાણી ઘુસતા લોકોના જીવ અઘ્ધર થઇ ગયા હતા. આખી રાત તેઓએ ખાધાપીધા વગર જાગીને વિતાવી પડી હતી. જે પુલ ઉપર નદીના પૂરના પાણી આવી ગયા હતા તે પુલને નવો અને ઉંચો બનાવવા અનેક વખત ગામ લોકોએ રજુઆત કરી છે, પરંતુ તંત્ર એકોઈ ધ્યાન આપેલ નથી ત્યારે ગામ લોકોમાં આ બાબતે નવો પુલ બનાવવા માટે સૂત્રોચ્ચાર સાથે માગ કરી છે. સરકાર દ્વારા પ્રિમોનસૂન કામગીરીના મોટા મોટા બણગા ફૂંકવામાં આવે છે પરંતુ સમયેજ આ દાવા ખોટા સાબિત થાય છે ત્યારે ચોમાસાની આ શરૂઆતે જ વરસાદે પોતાનો મિજાજ દેખાડ્યો છે ત્યારે સરકાર ડિઝાસ્ટરની મજબૂત કામગીરી કરે તે જરૂરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube