ઝી ન્યૂઝ/અમદાવાદ: UPSCએ 2021માં લેવાયેલી સિવિલ સર્વિસિસની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધું છે. આ વર્ષે પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોમાં પ્રથમ ચાર સ્થાને મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. જેમાં દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજ અને JNUની વિદ્યાર્થિની રહી ચૂકેલી શ્રુતિ શર્માએ ટોપ કર્યું છે. UPSCએ પરિણામ પોતાની વેબસાઈટ પર પણ જાહેર કરી દીધું છે. આ સિવાય અંકિતા અગ્રવાલ બીજા, જેમિની સિંગલા, ઐશ્વર્યા વર્મા ચોથા નંબરે આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે UPSC 2021નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાતના spipa ના 6 વિદ્યાર્થીઓએ પણ બાજી મારી હોવાની વાત સામે આવી છે. 332માં રેન્ક પર અમદાવાદના બારોટ હિરેન જીતેન્દ્રભાઈ, 341માં રેન્ક પર જયવીર ભરતદાન ગઢવી, 483માં રેન્ક પર જ્ઞાનેન્દ્ર સિંહ પ્રભાત, 601માં રેન્ક પર અકશેષ મહેન્દ્ર એન્જિનિયેર, 653માં રેન્ક પર કાર્તિકેય કુમાર અને 665માં રેન્ક પર અગિયા પ્રણવકુમાર ગોવિંદભાઈએ બાજી મારીને સારું પ્રદર્શન કર્યું છે.


નર્મદા જિલ્લામાં શિક્ષણનું સ્તર ખુબ જ નીચું, આખા ગુજરાતનું શિક્ષણનું સ્તર નીચું છે, મારી પાસે એના પુરાવા: વસાવા


વડોદરાના ડેપ્યુટી કલેક્ટર પણ પાસ
કચ્છના યુવાન જયવીર ગઢવીએ UPSCની પરીક્ષામાં મોટી સિદ્ધિ મેળવી છે. દેશભરમાં તેમણે 341મો ક્રમાંક મેળવ્યો છે. તમને જણાવી દઈએ કે, હાલ વડોદરા જિલ્લામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતા જયવીર ગઢવીએ પણ UPSCની 2021માં લેવાયેલી પરીક્ષા પાસ કરી છે. તેઓ 2021માં જાહેર થયેલા GPSCના પરિણામમાં પણ ટોપર રહ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, 25 વર્ષના જયવીર ગઢવીએ બીજી ટ્રાયલમાં આ પરીક્ષા પાસ કરી છે, તેમણે ગુજરાતી મુખ્ય વિષય રાખ્યો હતો.


નોંધનીય છે કે, UPSC CSE પ્રારંભિક પરીક્ષા ઓક્ટોબર 10, 2021 ના ​​રોજ લેવામાં આવી હતી. પરીક્ષાના પરિણામો 29 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. મુખ્ય પરીક્ષા 7 થી 16 જાન્યુઆરી, 2022 દરમિયાન લેવામાં આવી હતી અને પરિણામ 17 માર્ચ, 2022 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ઇન્ટરવ્યુ એ પરીક્ષાનો છેલ્લો રાઉન્ડ હતો જે 5મી એપ્રિલે શરૂ થયો હતો અને 26મી મેના રોજ સમાપ્ત થયો હતો.


ઉત્તર ગુજરાતમાં બન્યું સૌથી અદ્યતન ક્રિકેટ સ્ટેડીયમ: મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ જેવી તમામ સુવિધાઓથી સજ્જ


આ વર્ષે કુલ 685 ઉમેદવારો પાસ થયા છે, જેમને IAS, IPS તેમજ કેન્દ્ર સરકારમાં ગ્રુપ એ તેમજ ગ્રુપ બીમાં નિમણૂંક આપવામાં આવશે. UPSCએ જાહેર કરેલી માહિતી અનુસાર, 685 ઉમેદવારોમાંથી 244 જનરલ કેટેગરીના છે જ્યારે 73 EWS, 203 ઓબીસી, 105 ઉમેદવારો SC અને 60 ઉમેદવારો ST કેટેગરીના છે. આ વર્ષે જે ઉમેદવારો પાસ થવામાં સફળ રહ્યા છે તેમાંથી 180ને IAS, 37ને IFS, 200ને IPS તરીકે નિમણૂક અપાશે. જ્યારે ગ્રુપ એમાં 242 અને ગ્રુપ બીમાં એપોઈન્ટમેન્ટ અપાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube