અમદાવાદ : ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશન (GUCBF) ના ઉપક્રમે દર ચાર વર્ષે યોજાતી કોન્ફરન્સ અને પ્રદર્શન સહકાર સેતુ 2018 નું તા.4 અને 5 ઓગષ્ટ 2018ના રોજ આયોજન માટે સજ્જ બની છે. 200 થી વધુ શહેરી સહકારી બેંકોના પ્રતિનિધિઓ આ બે દિવસના સમારંભમાં હાજરી આપશે, જેમાં સેમિનાર, પેનલ ચર્ચાઓ અને પ્રદર્શન યોજાશે. આ વર્ષનો વિષય ‘Strengthening UCBs’ અને ‘Let’s Grow Together under One Umbrella’ રાખવામાં આવ્યો છે અને તેમાં તાજેતરની ગતિવિધિઓ અંગે સમગ્રલક્ષી સમજ, વ્યૂહાત્મક જોડાણો, આ ક્ષેત્રનું એકીકરણ અને ટેકનોલોજી અપગ્રેડેશનની સાથે સાથે મધ્યસ્થ સંસ્થાની કામગીરી અને શહેરી નાગરિક સહકારી બેંકોની વિવિધ સિધ્ધિઓના બહુમાનનો સમાવેશ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર એન. વિશ્વનાથન માનવંતા મહેમાન તરીકે કોન્ફરન્સના પ્રથમ દિવસે ઉપસ્થિત રહેશે. કોન્ફરન્સના અન્ય માનવંતા મહેમાનોમા સંદીપ કુમાર નાયક (આઈએએસ, એમડી-એનસીડીસી), જે. કે દાશ (આરડી, આરબીઆઈ, ગુજરાત રિજીયન), એચ.કે પાટીલ (એમએલએ કર્ણાટક) અને અજય પટેલ (ચેરમેન- જીએસસી બેંક)નો સમાવેશ થાય છે. દિવસના અંત ભાગમાં યોજાનાર એવોર્ડ સમારંભમાં ચંદ્ર પાલ સિંઘ યાદવ (પ્રેસિડેન્ટ, એનએસયુઆઈ) અને આર બી શાંડિલ્ય (વાઈસ પ્રેસિડેન્ટ, એનએએફસીયુબી)નો સમાવેશ થાય છે.


ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ બીજા દિવસે હાજરી આપશે. જે મહાનુભવો દ્વારા વિવિધ સિધ્ધિ હાંસલ કરનારનું સન્માન યોજાશે તે પ્રસંગે કેન્દ્ર સરકારના કૃષિ પ્રધાન પુરૂષોત્તમ રૂપાલા અને ગુજરાતના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ જેવા મહાનુભવો હાજરી આપશે.


કોન્ફરન્સ અંગેની વિગત આપતાં ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંક્સ ફેડરેશનના ચેરમેન જ્યોતિન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે શહેરી નાગરિક સહકારી બેંકોના અમારા સભ્યોને માહિતી, માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરૂ પાડવા તથા ટેકનોલોજીનું અપગ્રેડેશન કરીને નવતર પ્રકારનું બિઝનેસ મોડલ તથા સર્વિસના સીમાચિહ્નરૂપ ધોરણો અપનાવી શકે તે માટે અમે વર્ષ 2010 થી સહકાર સેતુ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. આ વર્ષે સહકાર સેતુ કાર્યક્રમ હેઠળ શહેરી સહકારી બેંકોના સભ્યો સાથે મળીને અમ્બ્રેલા ઓર્ગેનાઈઝેશન (મધ્યસ્થ સંસ્થા) ની રચના અને કામગીરી અંગે ચર્ચા કરી ભવિષ્ય માટેનો રોડ મેપ નક્કી કરશે.