મૌલિક ધામેચા/અમદાવાદ: 11 જાન્યુઆરીએ રિલીઝ થયેલ ફિલ્મ 'ઉરી' ભારતની સર્જીકલ સ્ટ્રાઈક પર બનાવાઈ છે. ભારત તરફથી પીઓકેમાં કરવામાં આવેલા હુમલા સાથે જોડાયેલી અંદરની વાતોની ફિલ્મ 'ઉરી'એ દર્શકોમાં ઉત્સુકતા જગાવી રાખી છે. જે મુવી જોવા સ્પેશિયલ સ્ક્રીનીંગ CISFના જવાનો માટે મુકતાA2  સિનેમા દ્વારા રાખવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, ભારતના રાજ્ય જમ્મુ-કાશ્મીર પાસેના ઉરી શહેરમાં ચાર આતંકવાદીઓએ સશસ્ત્ર હુમલો કર્યો હતો. તે આ ફિલ્મમાં જોતાં અને નાઇટ વિઝન વિડીયો જોતાં રૂવાડા ઉભા થઇ જાય તેમાં પણ અભિનેતાએ સેનાના ઓફિસરનો કનિદૈ લાકિ આ રોલ ભજવવા આર્મી પરિવાર સાથે સમય પણ વિતાવ્યો તે સૌ કોઈએ બિરદાવ્યો છે.


અમદાવાદ: જો ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો તો આ યમરાજા તમને પકડી લેશે


ફિલ્મના એક્શન રૂંવાડા ઉભા કરી દે તેવા છે તેમજ ડાયલોગ પણ દમદાર છે. ટ્રેલરમાં પરેશ રાવલનો ડાયલોગ છે જેમાં તેઓ કહે છે “આ નયા હિંદુસ્તાન હૈ, નયા હિંદુસ્તાન અબ ઘરમે ઘૂસીકે મારેગા” આ ડાયલોગ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ઉરીની ઘટના ભારતીય સેનાની સોથી મહત્વપુર્ણ ઘટના પૈકીની એક છે. જેને પગલે સેનાની તમામ પાંખોમાં જોશ રહે તે હેતુથી સ્પેશિયલ સ્ક્રીનીંગ અધિકારીઓ જવાનો માટે રાખવામાં આવ્યું હતું.