ટ્રમ્પના ભાષણમાં બોલીવુડનો ઉલ્લેખ, યાદ આવી અમિતાભની શોલે, શાહરૂખની DDLJ
અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ભારતીયોને સંબોધિત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે બોલીવુડ ફિલ્મોની પણ ખુબ પ્રશંસા કરી હતી. તેમણે શાહરૂખ ખાન-કાજોલની ફિલ્મ ડીડીએલજેનો પણ ઉલ્લેખ કર્યો હતો.
અમદાવાદઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત આમગન 24 ફેબ્રુઆરીએ થયું. સોમવારે બપોરે 1 કલાક આસપાસ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં વડાપ્રધાન મોદી સહિત દેશવાસિઓએ તેમનું સ્વાગત કર્યું હતું. મોટેરા સ્ટેડિયમમાં ભારતીયોને સંબોધિત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે બોલીવુડ ફિલ્મની પણ ખુબ પ્રશંસા કરી હતી. તેમણે શાહરૂખ ખાન-કાજોલની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાએંગેનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભાષણમાં કહ્યું કે, ભારતીય સિનેમાનો આકાર ખુબ મોટો છે. અહીં દર વર્ષે લગભગ 2 હજાર ફિલ્મો બને છે. અહીંની ફિલ્મોમાં ભાંગડા અને મ્યૂઝિક શાનદાર હોય છે. તેમણે શાહરૂખ ખાન અને કાજોલની ફિલ્મ ડીડીએલજે અને શોલેની પ્રશંસા કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ભારતે વિશ્વને સચિન, વિરાટ કોહલી જેવા મોટા ખેલાડી આપ્યા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube