US Citizen Rules Change/વોશિંગ્ટન: અમેરિકા જઈને ત્યાં સ્થાઈ થવા માંગતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે એક માઠા સમાચાર છે. હવે વિઝા પ્રોસેસમાં નહીં ચાલે પહેલાં જેવી લાલિયાવાડી. ડોલરના દમ પર હવે નહીં બની શકાય યુએસના સિટિઝન. સૌ કોઈ જાણે છેકે, અગાઉ અમેરિકામાં પણ કેટલીક બાબતોમાં ડોલરના દમ પર કામ થઈ જતું હતું. જોકે, નાગરિકતાના મામલામાં હવે આ વસ્તુ શક્ય નહીં બને. અમેરિકન સરકારે આ અંગે લઈ લીધો છે સૌથી મોટો નિર્ણય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે અંતર્ગત અમેરિકી સિટિઝનશિપ પ્રાપ્ત કરવા માટેના ટેસ્ટમાં ફેરફાર થશે. કેટલાક ઇમિગ્રન્ટ્સ અને વકીલો ચિંતા સેવવા લાગ્યા છે કે અંગ્રેજી ભાષા પર ઓછું પ્રભુત્વ ધરાવનારાઓનું ભાવિ તે ફેરફારોથી પ્રભાવિત થશે. ન્યૂટ્રલાઇઝેશન ટેસ્ટ તે પીઆર મેળવવા માટે મહિનાઓ સુધી ચાલતી પ્રક્રિયાનું આખરી ચરણ છે. આમ તો રિપબ્લિકન પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે વર્ષ ૨૦૨૦માં ટેસ્ટમાં ફેરફાર કર્યા ત્યારે પણ ચિંતામાં મુકાઇ ગયા હતા. તે ફેરફારને પગલે ટેસ્ટ પસાર કરવો અઘરો બની રહ્યો હતો. 


જોકે થોડા મહિના પછી ડેમોક્રેટ પ્રમુખ જો બાઇડેને સિટિઝનશિપના સીમાડાને ખતમ કરવાના હેતુસર એક આદેશ કર્યો હતો. આ આદેશને પગલે સિટિઝનશિપ ટેસ્ટની કક્ષા અને માપદંડોને પુનઃ વર્ષ ૨૦૦૮ની સપાટીએ યથાવત કરવામાં આવ્યા હતા. તે પછી ડિસેમ્બરમાં અમેરિકી સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે ટેસ્ટમાં 15 વર્ષની મુદતે ફેરફાર કરવાના રહે છે. આવતા મહિને ટેસ્ટનું નવું વર્ઝન સામે આવી જશે.