ગૌરવ પટેલ/ અમદાવાદ: દેશમાં અત્યાર સુધીના સૌથી મોટા GST-ITના દરોડો ઉત્તર પ્રદેશના કાનપુર અને કન્નોજમાં પાડવામાં આવ્યો છે. જેમાં પરફ્યુમના વેપારી પિયુષ જૈન પાસેથી 200 કરોડની રોકડ રકમ મળી આવી છે અને હજુ પણ દરોડાની કામગીરી ચાલુ છે. હવે આ સિલસિલામાં એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કાનપુરમાં પડેલા દરોડામાં ગુજરાત કનેક્શન નીકળ્યું છે. ગુજરાતમાંથી DGGIની ટીમે પ્રથમ માહિતી મેળવી હોવાનું સામે આવ્યું છે. ચોક્કસ ઈનપુટના આધારે GST-IT દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સ્થાનિક સ્તરે બીલ વિના સમાન લઇ જતી અનેક ટ્રકો ઝડપાઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

DGGI એડિશનલ DG વિવેક પ્રસાદ દ્વારા આ મેગા ઓપરેશનને પાર પાડવામાં આવ્યું હતું. જેમાં પીયૂષ જૈન વિશે ગુપ્ત માહિતી મળી છે. જાણવા મળી રહ્યું છે કે બીજી બાજુ આ રેડમાં ગુજરાત કનેક્શન નીકળતા પીયૂષ જૈનને જરૂર પડશે તો ગુજરાત લાવવાની શક્યતા જોવામાં આવી રહી છે. પીયૂષ જૈન વિશે માહિતીના આધારે છેલ્લા 2 મહિનાથી કામ ચાલી રહ્યું હતું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube