અમદાવાદ : ચારધામ યાત્રાના શ્રદ્ધાળુઓને સરળતા રહે અને ભીડભાડ પણ ન થાય તે માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. સરળતાથી દર્શન કરી શકે તે માટે ઉત્તરાખંડ પ્રવાસન વિભાગ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશનની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આ રજીસ્ટ્રેશન કરાવવા માટે વેબસાઇટ https://registrationandtouristcare.uk.gov.in અને મોબાઈલ એપ ‘ટૂરિસ્ટ કેર ઉત્તરાખંડ’ પર દર્શનાર્થીઓ વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવી શકશે. તેમને ફાળવેલા ટાઇમસ્લોટ અનુસાર દર્શન પણ કરી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona Update: નવા 72 કેસ, 53 દર્દી સાજા થયા, એક પણ મોત નહી


ઉત્તરાખંડ પ્રવાસન વિભાગની યાદીમાં જણાવ્યાનુસાર ચારધામ યાત્રાના શ્રદ્ધાળુઓને મુસાફરી દરમિયાન સુવિધા મળી રહે અને સરળતાથી દર્શન કરી શકે તે માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શ્રદ્ધાળુઓ વેબસાઇટ https://registrationandtouristcare.uk.gov.in અને મોબાઈલ એપ ‘ટૂરિસ્ટ કેર ઉત્તરાખંડ’ પર વિના મૂલ્યે રજીસ્ટ્રેશન કરાવી શકશે. હાલમાં જ કેદારનાથમાં થયેલા જામ અને લોકોને થયેલી અસુવિધા બાદ સરકાર દ્વારા આ રસ્તો અપનાવાયો છે. 


GUJARAT માં મેઘાડંબર બાદ અનેક જિલ્લાઓમાં વરસાદ, એક જ વરસાદમાં શેત્રુંજી નદીમાં પાણી


જે શ્રદ્ધાળુઓ રજીસ્ટ્રેશન વગર ચારધામના પ્રવાસે જઇ રહ્યા છે તેમને દર્શન માટે ઘણી રાહ જોવી પડતી હોય છે. ઉપરાંત પૂરતા સાધનોના અભાવે અને અનધિકૃત સ્ત્રોતોમાંથી રજીસ્ટ્રેશન કરાવવાને કારણે કેટલાક દર્શનાર્થીઓને બિનજરૂરી અસુવિધાનો પણ સામનો કરવો પડતો હોય છે. ચારધામ યાત્રાના દર્શનાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે દર્શનાર્થીઓને મુસાફરી દરમિયાન અગવડતા ન પડે તે માટે ઉત્તરાખંડ પ્રવાસન વિભાગ દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમજ રજીસ્ટ્રેશન માટે હેલ્પ લાઇન  ટોલ ફ્રી નંબર – ૦૧૩૫૧૩૬૪ કાર્યરત કરવામાં આવ્યો છે. આથી યાત્રાળુઓ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવીને જ પ્રવાસે આવે એવી વિનંતી ઉત્તરાખંડ પ્રવાસન વિભાગ દ્વારા તેમની યાદીમાં કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube