ઉત્તરાખંડ ફરવા ગયેલા મોરબીના 47 પ્રવાસીઓ પહાડીઓ વચ્ચે ફસાયા
મોરબી જિલ્લાના 47 યાત્રાળુઓ ઉત્તરાખંડમાં ફસાયા છે. ઉત્તરાખંડ (Uttarakhand) ના ચમોલીમાં ભારે વરસાદ પડવાના કારણે હાલમાં રસ્તાઓ બંધ થઇ ગયા છે અને ટ્રાફિક પણ જામ થયો હોવાથી ગુજરાતના જુદાજુદા શહેરોના યાત્રાળુઓ ફસાયા છે. ત્યારે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના મીતાણાથી બાલાજી ટ્રાવેલ્સ બસમાં ગયેલા 47 યાત્રાળુઓ ઉત્તરાખંડમાં ગયા હતા અને ફસાયા છે. જોકે, જે લોકો ફસાયા છે તે તમામ હાલમાં હેમખેમ છે તેવા સમાચાર સામે આવ્યા છે.