Uttarakhand Landslide : 10 ઓગસ્ટના રોજ હિરદ્વારથી કેદારનાથ વચ્ચે રસ્તા વચ્ચે રૂદ્રપ્રયાગ જિલ્લામાં ભૂસ્ખલન થતા એક સ્વિફ્ટ કાર નીચે દબાઈ ગઈ હતી. જેમાંથી પાંચ મૃતદેહો મળ્યા હતા. આ પાંચમાંથી 4 ગુજરાતી યુવકો હતા. હરિદ્વારથી કેદારનાથ જતી વખતે ભેખડો ધસી પડતાં ગુજરાતી યુવકોની કાર દબાઈ ગઈ, અંદર સવાર ગુજરાતના 4 મિત્ર સહિત 5નાં મોત નિપજ્યા છે. મૃતકોની યાદીમાં ગુજરાતનાં જીગર આર મોદી, મહેશ દેસાઈ, દિવ્યેશ પારેખ, મનિષકુમાર નામ સામેલ છે, આ સાથે હરિદ્વારના મિન્ટુ કુમાર પણ મોત થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતથી ઉત્તરાખંડ ફરવા ગયેલા ગુજરાતના 4 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદના ઘોડાસરના 3 અને ખેડાના મહેમદાબાદના 1 સહિત કુલ 5 લોકો મોતને ભેટ્યા છે... 4 ગુજરાતી લોકો ઉત્તરાખંડ ફરવા ગયા હતા. ત્યારે ભારે વરસાદ બાદ રુદ્રપ્રયાગ-ગૌરીકુંડ હાઈવે ભૂસ્ખલન થયુ હતુ. જેમાં તેમની કાર પથ્થરોના કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ NDRF  રેસ્ક્યૂ માટે પહોંચી હતી અને પથ્થરો નીચે દબાયેલા લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ત્યારે આ બનાવનામાં ઘોડાસરના 3 લોકો અને એક મહેમદાબાદના વ્યક્તિનું મોત થયુ છે. જેમાં ઘોડાસરના વશિષ્ઠ નગરના 42 વર્ષિય જીગર મોદી, 38 વર્ષિય મહેશ દેસાઈ અને  35 વર્ષિય કુશલ સુથારનું મોત થયુ છે. જ્યારે ખેડાના મહેમદાબાદના વતની 51 વર્ષીય દિવ્યેશ પારેખ પણ મોતને ભેટ્યા છે. 


પ્રેમલગ્નમાં માતાપિતાની સહી પર સરકાર તરફથી આવ્યુ મોટુ નિવેદન, પાટીદાર સમાજની છે માંગ


અમદાવાદના ઘોડાસર અને ભાડવાતનગરના બે યુવકો અને સ્મૃતિમંદિર પાસે રહેતા ચાર યુવાનો તેમજ મેહમદાવાદમાં રહેતો યુવક સહિત ચાર હરિદ્વાર ગયા હતા. ત્યાંથી તેઓ કેદારનાથ રુદ્રપ્રયાગ જવા નીકળ્યા હતા. રસ્તામાં નજીક જામતારાના તરસાલી ગામ નજીક ભુસ્ખલન થતા તેમની કાર માટીના કાળમાળ નીચે દબાઈ ગઈ હતી. 24 કલાક બાદ કાટમાળ હટાવાતા ચારેય યુવકો સહિત હરિદ્વારના મિન્ટુ કુમારનું અકસ્માત થતા કરુણ મોત નિપજ્યાં છે. 


 


કેનેડા જઈ આવું પણ થાય છે, 500 વિદ્યાર્થીઓનું ભવિષ્ય લટકી ગયું, હવે ના ઘરના ના ઘાટના


ઘટનાની જાણ થતા જ મણિનગર ના ધારાસભ્ય અમુલ ભટ્ટ તેમજ રોડ બિલ્ડીંગ કમિટિના નાયબ ચેરમેન શંકર ચૌધરી સાથે AMTS કમિટિના શાર્દુલ દેસાઈ સહિતના અગ્રણીઓ ઘોડાસરના શોકાતુર પરિજનોને સાંત્વના પાઠવવા પહોંચ્યા હતા. ચારેય યુવકોના મૃતદેહોના પોસ્ટમોર્ટમ થઈ ગયા બાદ તેમને ગુજરાત લાવવા માટે મણિનગરના ધારાસભ્યએ ગુજરાત સરકારની મદદથી ઉત્તરાખંડ સરકાર સાથે સંકલન કરી હવાઈ માર્ગ અથવા અન્ય રીતે લાવવા વ્યવસ્થામાં જોતરાયા છે. આ મુદ્દે રાજ્ય સરકાર સ્થાનિક વહિવટી તંત્ર સાથે સંપર્કમાં છે. ઝડપથી નશ્વરદેહ ગુજરાત લવાય તેવી વ્યવસ્થા કરાશે. મૃતકના પરીવારના સાથે સંકલન કરી વ્યવસ્થા કરાશે. 


દ્વારકા મંદિર પર ચઢાવાતી ધજાનું છે ઐતિહાસિક મહત્વ, આવી છે તેની સાથે જોડાયેલી માન્યતા


તમામ યુવકો 8 ઓગસ્ટના રોજ મુસાફરીએ નીકળ્યા હતા. 10 ઓગસ્ટના રોજ સાંજે કેદારનાથ ધામ પહોંચાવતા ગુપ્તાકાશી ગૌરીકુંડ હાઈવે ચોકી પર તરસાલી પાસે પહાડી પરથી એક મોટી ચટ્ટાન નીચે રસ્તા પર પડી હતી. જેને કારણે આખો રસ્તો બંધ થઈ ગય હતો. એક દિવસ સુધી રસ્તા પરથી કાટમાળ હટાવવાની કામગીરી કરાઈ હતી. જેમાં સામે આવ્યું કે, માટીના કાળમાળમાં UK 07 TB 6315 નંબરની સ્વિફ્ટ ડિઝાયર કાર અંદર દબાઈ ગઈ હતી. 24 કલાક બાદ માટીના થર હટાવતા કારમાં પાંચ મૃતદેહો મળી આવ્યા હતા. પાંચેયના મૃતદેહો કારમાંથી બહાર કઢાયા હતા. ઘટનાની જાણ થતા જ એસડીઆરએફ, ડીડીઆરએફ, પોલીસ તથા સ્થાનિક ટીમ રેસ્ક્યૂ કામગીરીમાં લાગી હતી. 


મેડલ લાવીને ગર્વથી ગુજરાતનું માથું ઉંચુ કરતા રમતવીરો માટે સરકારની મોટી જાહેરાત