ઝી ન્યૂઝ/રાજકોટ: ઉત્તરાયણના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ધાબા પર બેસીને અવનવી ચીકી ખાવાનો આનંદ કંઈક અલગ હોય છે આ વર્ષે પણ બજારમાં ભાતભાતની ને જાતજાતની ચીકીમાં વેરાયટી જોવા મળી રહી છે. જેમાં તલ માવા ચીકી,રેવડી,મમરા લડુ,રાજગરા લડું,નારિયેળ લડું, દાંડિયા ચીકી,ત્રિવેણી ચીકી, સ્ટોબેરી ચીકી, મેંગો ચીકી, રાજસ્થાન ચીકી, માવા વિસ્કિટ,કોપરા લડું, ખજૂર પાક સહિતની વેરાયટી બજારમાં છે. જેના ભાવ પ્રતિ કિલો 150 થી 900 રૂપિયા ભાવ છે. વેપારીઓનું કહેવું છે કે રિટેલમાં ભાવ વધારો નથી પરંતુ આ વર્ષે ખરીદી ઓછી થઈ રહી છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તરાયણના પર્વને હવે 4 દિવસ બાકી છે. ત્યારે બજારમાં અવનવા પતંગ સાથે ચીકી અને લાડુ સહિતની અનેક વેરાયટી જોવા મળી રહી છે. આ વખતે બજારમાં માવા ચીકી, રેવડી, મમરાના લાડુ, સ્ટ્રોબેરી ચીકી, મેંગો ચીકી , રાજસ્થાન ચીકી, કોપરાના લાડુ ખજૂર પાક સહિતની વેરાયટી બજારમાં જોવા મળી છે. જેનો ભાવ 150થી 900 રૂપિયા સુધીનો ભાવ છે. આ વર્ષે રિટેલમાં ભાવવધારો નથી પરંતુ ખરીદી ઓછી થઈ રહી છે.



ઉત્સવ ઘેલા ગુજરાતીઓને આ વર્ષે ઉત્તરાયણ મોંઘી પડશે; પતંગ બજારમાં બૂમાબૂમ, ભાવમાં થયો છે આટલો વધારો


નોંધનીય છે કે ઉત્તરાયણ તહેવાર નિમિત્તે પતંગ બજારમાં માહોલ જામેલો જોવા મળ્યો છે. લોકો અવનવી પતંગની ખરીદી કરવા માટે બજારમાં ઉમટી રહ્યા છે. બજારમાં નાની-મોટી, સસ્તી મોંઘી દરેક પ્રકારની પતંગો ઉપલબ્ધ છે. બજારમાં સૌથી મોંઘી પતંગ 1500 રૂપિયાના પાંચ નંગ વેચાઈ રહી છે. પ્લાસ્ટિકની 20 નંગ પતંગનો ભાવ 50 રૂપિયા છે. આ સાથે સૌથી મોંઘી દોરી 15 હજાર વારની બે હજાર રૂપિયાની વેચાઈ રહી છે.



નોંધનીય છે કે બજારમાં નાનાથી મોટી અને સસ્તાથી લઈ મોંઘી પતંગો ઉપલબ્ધ છે. આ વર્ષે ઉત્તરાયણ પૂર્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફિલ્મ કલાકારોની પતંગ જોવા મળી રહી છે. ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બજારમાં અનેક વેરાયટીના પતંગ જોવા મળી રહ્યા છે. આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોરોના વાયરસ અને તેની સાવચેતીના પગલાં તેમજ વ્યસન મુક્તિ અને સીડીએસ બિપીન રાવત અમર રહોના સૂત્રો સહિતના અનેક સમાજને સંદેશો આપતી પતંગો તૈયાર કરવામાં આવી છે.



લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube