ઝી મીડિયા/બ્યૂરો :આજે રાજ્યભરમાં ઉત્તરાયણ (uttarayan) પર્વની ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. પતંગબાજો વચ્ચે આકાશમાં રંગબેરંગી પતંગોનું યુદ્ધ જામશે. કોરોનાને લીધે આ વખતે સરકારની ગાઈડલાઈન મુજબ દિવભર ઉત્તરાયણની ઉજવણી થશે. તો આજે ઉત્તરાયણના પર્વ પર પતંગરસિયાઓમાં પણ અનેરો ઉત્સાહ છે. વહેલી સવારથી જ ધાબા પર લોકો એકઠા થઈ રહ્યા છે. જોકે, અગાઉની જેમ વહેલી સવારે અગાશી પર વધુ લોકો જોવા ન મળ્યાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાતિલ ઠંડીને લીધે પતંગરસિયાઓનો ઉત્સાહ ઠંડો પડ્યો. આકાશમાં માત્ર ગણતરીના જ પતંગો ઉડી રહ્યા છે. પરંતુ જેમ જેમ ઠંડી ઘટશે તેમ-તેમ પતંગ રસિયાઓમાં ઉત્સાહ વધશે તેવુ લાગી રહ્યુ છે. બીજી તરફ આજે પવનની ગતિ પણ સારી રહેવાની આગાહી છે. હવામાન વિભાગે કહ્યું છે કે 10થી 15 KMPH પવન રહેશે. ઠંડી થોડી ઘટશે, જે બાદ પતંગબાજો વચ્ચે આકાશમાં રંગબેરંગી પતંગોનું યુદ્ધ જામશે. કોરોનાને લીધે આ વખતે સરકારની ગાઈડલાઈન મુજબ દિવભર ઉત્તરાયણની ઉજવણી થશે. તો આજે ઉત્તરાયણના પર્વ પર પતંગરસિયાઓમાં પણ અનેરો ઉત્સાહ છે. ઝી 24 કલાક આજે દિવસભર આપને ઉત્તરાયણની ઉજવણી બતાવશે.



કોરોનાની ત્રીજી લહેર ફરી ઉત્સાહ પર પાણી ફેરવી દીધું છે. પરંતુ લોકો ઉત્તરાયણ ઉજવવા તત્પર છે. બીજી તરફ, રાજ્યમાં બે દિવસથી પડી રહેલી કાતિલ ઠંડીને પગલે લોકો ઠુઠવાયા છે. કાતિલ ઠંડીની આગાહીને પગલે વહેલી સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આકાશમાં ગણતરીના પતંગો જોવા મળી રહ્યા છે. જોકે, આજે ઉત્તરાયણના પર્વ પર પવનની ગતિ સારી રહેશે તેવુ હવામાન વિભાગના એક્સપર્ટસનું કહેવુ છે. પવન સારો રહેવાની હવામાન વિભાગની આગાહી છે. પ્રતિ કલાકે 10 થી 15 કિલોમીટરનો પવન ફૂંકાશે. આવામાં પતંગ રસિયાઓને મજા પડી જશે.


આ પણ વાંચો : અમદાવાદીઓ ટોળા કરીને ધાબા પર ઉત્તરાયણ ન કરતા, ગણતરીની મિનિટોમાં આવી જશે પોલીસ


બીજી તરફ, આજે ઉત્તરાયણના પર્વે પતંગબાજો બોર, શેરડી અને ચીકી ઉપરાંત ઊંધિયાની મોજ પણ માણશે. અમદાવાદ સહિતના શહેરોમાં ઊંધિયા સહિત અન્ય ફરસાણ અને મીઠાઈના વેપારીઓને ત્યાં વહેલી સવારથી ગ્રાહકો ઉમટ્યા છે. આજના દિવસે અમદાવાદી કરોડો રૂપિયાનું ઊંધીયું-જલેબી આરોગશે. આ વર્ષે ઊંધિયું 400 રૂપિયે કિલો અને જલેબી 650 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહી છે. ઊંધિયામાં 40 રૂપિયાનો વધારો થયો છે, તો જલેબીની કિંમતમાં 50 રૂપિયાનો ગત વર્ષ કરતા ભાવમાં વધારો થયો છે. 


મકરસંક્રાંતિના આજના પર્વે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં સવારે 9.30 કલાકે દર્શન માટે જશે. આ ઉપરાંત મુખ્યમંત્રી ત્યારબાદ વિવિધ સેવા વસ્તી તેમજ પક્ષી સારવાર કેન્દ્રોની મુલાકાતે પણ કરશે. તેઓ અમદાવાદના શ્રીમતી ભૂરી દેવી સાગરમલ દુગ્ગડ ચેરીટેબલ ટ્રસ્ટ, દાનેવ ફાઉન્ડેશન, અમદાવાદ પાંજરાપોળ કેમ્પસની મુલાકાત કરશે.