સપના વ્યાસ, ઝી બ્યૂરો: આજે સમગ્ર ગુજરાતમાં હર્ષોલ્લાસથી ઉત્તરાયણનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. લોકો વહેલી સવારથી ધાબા  પર ચડેલા જોવા મળી રહ્યા છે. પવન પણ સારો હોવાથી પતંગ રસિયાઓ મોજમાં છે. હવામાન વિભાગે પણ એવી આગાહી કરી છે કે જે જાણીને લોકોને મજા પડી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આજે આખો દિવસ પવન સારો રહેશે. ઉત્તરાયણના દિવસે પવનની સાથે સાથે ઠંડી પણ પોતાનો ચમકારો બતાવશે અને લોકોને ધ્રુજાવશે. ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની સાથે સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. કચ્છ માટે આજે કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. 


અંબાલાલની આગાહી પણ જાણો
અત્રે જણાવવાનું કે ગુજરાતમાં આગામી 5 દિવસ ગાત્રો થીજવતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના તમામ શહેરોમાં તાપમાનનો પારો 9થી 10 ડિગ્રી વચ્ચે રહેશે. ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાબાલ પટેલ દ્વારા એક મોટી આગાહી કરાઈ છે.


આ મહિલા નેતાનો થઈ શકે છે મોદી કેબિનેટમાં સમાવેશ, ખાસ જાણો તેમના વિશે


ગંગા વિલાસ ક્રુઝ: 18 લગ્ઝરી સુઈટ અને 3,200 કિલોમીટરની સફર, જુઓ ક્રૂઝની અંદરના Photos


અત્યંત ડરામણું! શિક્ષિકાએ સ્ટુડન્ટને લાફા માર્યા અને પછી ગળું દબાવ્યું, જુઓ Video


ગુજરાતના હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે દેશના ઉત્તરીય પ્રદેશમાં ઠંડી વધી જતા ધીરે ધીરે ગુજરાતમાં પણ ઠંડી વધશે. આજથી ઉત્તરાયણનો પર્વ શરૂ થઈ રહ્યો છે, ત્યારે તારીખ 14, 15 અને 16માં ઠંડા પવનો ફુંકાશે. ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે પવન તો મઝા બગાડશે નહીં, પરંતુ આ દિવસે પવનનું જોર વધે તેવી પણ શક્યતા છે. જ્યારે રાજ્યના અલગ અલગ ભાગોમાં તા 17, 18 અને 19માં હવામાનમા પલટો આવવાની શક્યતા છે. તારીખ 20થી 25માં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના વિસ્તારો, અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રમાં વાદળો આવવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઉ ગુજરાત, દ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે.


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube