નચિકેત મહેતા/ખેડા :રાજ્યમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસ પૂર્વક ઉજવણી થઈ રહી છે. ગુજરાતીઓ કોવિડ નિયમના પાલન સાથે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યાં છે. પતંગબાજો વચ્ચે આકાશમાં રંગબેરંગી પતંગોનું યુદ્ધ જોવા મળી રહ્યુ છે. 'કાઈપો છે.. લપેટ લપેટ...'ના નાદથી માહોલ ગુંજી ઉઠ્યો છે. કોરોનાને લીધે આ વખતે સરકારની ગાઈડલાઈન મુજબ દિવભર ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે. આવામાં નેતાઓ પણ વિવિવ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત દેખાયા છે. જેમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ પરંપરા મુજબ ઝોળી લઈને નીકળ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ આજે ઉત્તરાયણના પર્વ પર ઝોળી લઈ નીકળ્યા હતા. પોતાના માદરે વતન મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામ ખાતે કેબિનેટ મંત્રી ઝોળી લઈને નીકળ્યા હતા. આજે મકરસંક્રાંતિ પર્વના દિવસે કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે પરંપરાગત ઝોળી લઈ ઘરે ઘરે ફરી ધાન્ય ઉઘરાવ્યું હતું. કદાચ પહેલીવાર કોઈ મંત્રી મકરસંક્રાતિની ઉજવણીમાં ધાબા કે અગાસી પર નહિ, પરંતુ ઘરે ઘરે ફરીને ઘાન્ય ઉઘરાવતા જોવા મળ્યા હતા. ઝોળી પર્વના ભાગરૂપે ધાન ઉઘરાવતા નેતા ગલીએ ગલીએ ફર્યા હતા. 



મંત્રી અર્જુનસિંહ ચૌહાણ વર્ષોથી આ જ પ્રકારે મકરસંક્રાતિના દિવસે ધાર્મિક પરંપરા મુજબ ઘેર ઘેર ફરી ઝોળીપર્વની ઉજવણી કરે છે. વર્ષોથી મંત્રી આ રીતે પોતે ઝોળી લઈને પોતાના માદરે વતન વાંઠવાળી ગામ ખાતે ઘરે ઘરે ફરીને ધાન્ય ઉઘરાવે છે. ત્યારે પોતાની ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક આસ્થા મુજબ મકરસંક્રાતિની ઉજવણી કરી. મકર સંક્રાંતિ ઉતરાયણ પર્વની ઉજવણીમાં આપણી સંસ્કૃતિમાં પશુઓને ઘાસચારો અને જરૂરતમંદ લોકોને દાનનું મહાત્મ્ય છે.  આ પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સહજતાપૂર્વક નિભાવી હતી. 


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મકર સંક્રાંતિના અવસરે અમદાવાદમાં સવારે જગન્નાથ મંદિરમાં ભક્તિ ભાવપૂર્વક દર્શન અર્ચન કર્યા હતા અને ગૌ માતા પૂજન કર્યું હતું. તથા ઘાસ નિરણ કર્યું હતું. તેમણે મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે મંદિર વિસ્તાર માં વસતા સેવા વસ્તી પરિવારો અને જરૂરતમંદ લોકોને મીઠાઈ વગેરેનું વિતરણ કર્યું હતું


તો બીજી તરફ, કૃષિમંત્રી રાઘવજી પટેલે માદરે વતન ધ્રોલ ખાતે ઉજવણી કરી હતી. સરકારના તમામ નિયમોના પાલન સાથે ઉતરાયણની ઉજવણી કરી હતી. કૃષિમંત્રીએ પોતાના પરિવાર સાથે ઉતરાયણની ઉજવણી કરી.