આજથી ગુજરાતમાં વેક્સીનેશન શરૂ થશે, સૌથી પહેલા ફ્રન્ટલાઈન વર્કરોને રસી અપાશે
આજથી પીએમ નરેન્દ્ર મોદી (narendra modi) દ્વારા દેશભરમાં વેક્સીનેશન (vaccination) નો શુભારંભ કરાવશે. ત્યારે આ માટે ગુજરાતભરમાં 161 લોન્ચિંગ સેશન સાઇટ આજથી રસી આપવા તૈયાર છે. ટે તૈયાર કરાઈ છે. તમામ જિલ્લાઓના જુદા જુદા 161 સેન્ટરો પર આવતીકાલે સાંસદ, ધારાસભ્યો, કેટલાક પૂર્વ ધારાસભ્યો, જુદા જુદા બોર્ડના ચેરમેન હાજર રહેશે. સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હાજર રહેશે. સ્મીમેર મેડિકલ કોલેજ, સુરત ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ હાજરી આપશે. વડોદરા ખાતે SSG હોસ્પિટલમાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી હાજર રહેશે.
ઝી મીડિયા/બ્યૂરો :આજથી પીએમ નરેન્દ્ર મોદી (narendra modi) દ્વારા દેશભરમાં વેક્સીનેશન (vaccination) નો શુભારંભ કરાવશે. ત્યારે આ માટે ગુજરાતભરમાં 161 લોન્ચિંગ સેશન સાઇટ આજથી રસી આપવા તૈયાર છે. ટે તૈયાર કરાઈ છે. તમામ જિલ્લાઓના જુદા જુદા 161 સેન્ટરો પર આવતીકાલે સાંસદ, ધારાસભ્યો, કેટલાક પૂર્વ ધારાસભ્યો, જુદા જુદા બોર્ડના ચેરમેન હાજર રહેશે. સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હાજર રહેશે. સ્મીમેર મેડિકલ કોલેજ, સુરત ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ હાજરી આપશે. વડોદરા ખાતે SSG હોસ્પિટલમાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી હાજર રહેશે.
161 લોન્ચિંગ સાઈટ કઈ કઈ
અમદાવાદમાં 23, ખેડામાં 4, આણંદમાં 5, સુરેન્દ્રનગરમાં 3, ગાંધીનગરમાં 5, મહેસાણામાં 5, પાટણમાં 3, સાબરકાંઠામાં 6, બનાસકાંઠામાં 5, અરવલ્લીમાં 3, મહિસાગરમાં 2, વડોદરામાં 10, પંચમહાલમાં 4, દાહોદમાં 4, ભરૂચમાં 2, નર્મદામાં 3, છોટાઉદેપુરમાં 3, સુરતમાં 18, તાપીમાં 2, વલસાડમાં 6, નવસારીમાં 3, ડાંગમાં 2, ભાવનગરમાં 6, જૂનાગઢમાં 4, અમરેલીમાં 2, બોટાદમાં 2, ગિરસોમનાથમાં 2, રાજકોટમાં 9, પોરબંદરમાં 2, જામનગરમાં 5, કચ્છમાં 5, દેવભૂમી દ્વારકામાં 1, મોરબીમાં 2 લોન્ચિંગ સાઇટ પર 16 જાન્યુઆરી એટલે કાલે વેકસીનેશનની શરૂઆત થશે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વિશેષ તૈયારી કરાઈ છે. પ્રથમ દિવસે દેશભરના 3 લાખ હેલ્થ વર્કરોને રસી અપાશે. અમદાવાદમાં 20થી વધુ રસીકરણ કેન્દ્ર પર રસી અપાશે. સૌથી પહેલા કેટલાક ડૉક્ટરોએ વેક્સીન લેવાની તૈયારી બતાવી છે. ગુજરાતમાં 11 લાખથી વધુ ફ્રન્ટલાઈન વર્કરોને રસી અપાશે. તો 16 હજાર હેલ્થ વર્કરોને આ માટે તાલીમ આપવામાં આવી છે.
પીએમ મોદીના સંબોધન બાદ ગુજરાતમાં વેક્સીનેશન શરૂ કરાશે
આ ખાસ લોન્ચિંગ સંદર્ભે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિશેષ તૈયારી કરાઈ છે. આ વિશેષ પ્રસંગે સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હાજર રહેશે. પ્રધાનમંત્રી મોદીના સંબોધન બાદ સીએમ અને ડેપ્યુટી સીએમ સિવિલ હોસ્પિટલ ખાતેથી વેક્સીનેશનનો શુભારંભ કરાવશે. સિવિલના સુપરિટેન્ડન્ટ ડો. જેપી મોદીએ જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલના 7 હજાર જેટલા કર્મચારીઓમાંથી આજે વેક્સીન લેવા માટે 300 જેટલા કોરોના વોરિયર્સની યાદી તૈયાર કરી લેવાઈ છે. સિવિલ સુપ્રિન્ટેડન્ટ, એડિશનલ સિવિલ સુપ્રિન્ટેડન્ટ સહિત જુદા જુદા વિભાગના ડીન દ્વારા વેક્સીન લેવાની તૈયારી દર્શાવાઈ છે. આ વિશે એએમસીની મેડિકલ ઓફિસર ભાવિન સોલંકીએ જણાવ્યું કે, અમદાવાદમાં વેક્સીન તબક્કાવાર આપવામાં આવશે. દરેક વેક્સીનેશન સેન્ટર પર 100 જેટલા કોરોના વોરિયર્સને વેક્સીન આપવામાં આવશે. આગામી સમયમાં વેક્સીનેશન માટે તૈયાર કરાયેલા તમામ સેન્ટરોની મદદ લેવાશે. દરેક સેન્ટર પર 5 તજજ્ઞોની ટીમ તૈનાત રહેશે, વેકસીન આપ્યા બાદ જે તે વ્યક્તિને 30 મિનિટ સુધી ઓબ્ઝર્વેશનમાં રખાશે
ગાંધીનગરમાં મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો.નિયતિ પહેલી વેક્સીન લેશે
ગાંધીનગર મહાનગરપાલિકામાં ઉભા કરવામાં આવેલા વેક્સીનેશન સેન્ટર પર પ્રથમ વેક્સિન મહિલા તબીબ લેશે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો.નિયતિ પહેલી વેક્સિન લેશે. તેઓ ટીમ લીડર તરીકે પોતાના સ્ટાફને હિંમત મળે અને પોતાની સત્તાઓ સાથે જવાબદારી પણ હોય છે તે બતાવવા પોતે વેક્સીન લેશે. આ ઉપરાંત આવતીકાલે બીજા જે તબીબીઓ વેક્સીન લેવાના છે. તેઓનુ માનવું છે કે વેક્સીન લઈ આગામી દિવસોમાં કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે તેઓ કામ કરવા તૈયાર છે
વેક્સીનથી ડરવાની જરૂર નથી
અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેડન્ટ ડોકટર રાકેશ જોશીએ વેક્સીનેશનનો પ્રોસેસ પહેલા જણાવ્યું કે, વેક્સીનેશન માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના 300 જેટલા કોરોના વોરિયર્સની યાદી તૈયાર કરાઈ છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેડન્ટ, એડિશનલ સુપ્રિન્ટેડન્ટ, જુદા જુદા વિભાગના ડીન સહિત કેટલાક અન્ય કેટલાક ડોક્ટરોએ વેક્સીન લેવાની તૈયારી દર્શાવી છે. દેશના વૈજ્ઞાનિકોએ બનાવેલી વેક્સીનની પીએમ મોદી જ્યારે લોન્ચિંગ કરાવી રહ્યા હોય ત્યારે તેમને દેશના વૈજ્ઞાનિકો પર વિશ્વાસ છે. વેક્સીનની બોટલ પર ભારત લખ્યું છે, જે આપણા વૈજ્ઞાનિકોની તાકાત દર્શાવે છે. કોઈએ ડરવાની જરૂર નથી, તમામ જરૂરી તબક્કાઓમાંથી વેક્સીનના ટ્રાયલ પસાર થયા છે. હું પોતે વેકસીન લેવા તૈયાર છું, મને કોઈ શંકા વેક્સીનને લઈને નથી.