• ગુજરાતમાં વેક્સિનેશન પ્રોગ્રામને પાચં મહિના પૂરા થઈ ગયા છે. આ પાંચ મહિનામાં 2 કરોડ લોકો વેક્સિનેટેડ થઈ ચૂક્યા છે

  • કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ટાળવા માટે વેક્સિનેશન જ એકમાત્ર શસ્ત્ર છે


હિતલ પારેખ/ગાંધીનગર :બે દિવસ પહેલા ગુજરાતમાં સૌથી વધુ વેક્સિનેશન થયુ હોવાના દાવો કરાયો હતો. પરંતુ આ દાવો પોકળ સાબિત થયો છે. અત્યાર સુધી વેક્સિનેશનમાં અવ્વલ રહેતુ ગુજરાત હવે પાછળ ધકેલાયું છે. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ગુજરાત કરતા વધુ વેક્સિનેશન (vaccination) નોંધાયું છે. મહારાષ્ટ્રમાં 2 કરોડ 62 લાખ કરતા વધુ ડોઝ અપાયા છે. તો ઉત્તર પ્રદેશમાં 2 કરોડ 38 લાખ કરતા વધુ ડોઝ અપાયા છે. તો આ બંને રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં 2 કરોડ 8 લાખ 58 હજાર કરતા વધુ ડોઝ અપાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : આણંદમાં અકસ્માત બાદનો ભયાવહ નજારો : ટ્રકની ટક્કરે ઈકો કાર અડધી થઈ ગઈ, એક બાજુ લાશોનો ઢગલો થયો 


ગુજરાતમાં 2 કરોડ લોકોએ વેક્સિન લગાવી
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા શનિવાર સુધી ગુજરાતમાં 2 કરોડ લોકોએ વેક્સિન લગાવી હતી. આ સાથે જ ગુજરાત રાજ્ય વેક્સિનેશનમાં સમગ્ર ભારતમાં પહેલા નંબર પર પહોંચી ગયું હતું. રાજ્યમાં શનિવાર સુધી 2 કરોડ 30 હજાર 392 લોકોએ વેક્સિન લગાવી હતી. 18 થી 45 વર્ષના 2 લાખથી વધુ લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. તો આ કેટેગરીના 11053 લોકોએ વેક્સીનનો બીજો ડોઝ લીધો છે. 


આ પણ વાંચો : 50 વર્ષથી રાહ જોઈ રહ્યો હતો ઠાકોર પરિવાર, આખરે રથયાત્રામાં મામેરુ કરવાનો અવસર મળ્યો


ગુજરાતમાં વેક્સિનેશન પ્રોગ્રામને પાચં મહિના પૂરા થઈ ગયા છે. આ પાંચ મહિનામાં 2 કરોડ લોકો વેક્સિનેટેડ થઈ ચૂક્યા છે. મુખ્યમંત્રીએ આ સફળતા પર આરોગ્ય વિભાગના કર્મચારીઓને અભિનંદન આપ્યા હતા. 


કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ટાળવા માટે વેક્સિનેશન જ એકમાત્ર શસ્ત્ર છે. ત્યારે ગુજરાતમાં ધીરે ધીરે વેક્સિનેશન કામગીરી આગળ વધી રહી છે.