અમરેલી : જિલ્લામાં આજે 5 સ્થળો પર ડ્રાઈરનનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી શહેરમાં સિવિલ હોસ્પિટલ, રાધિકા હોસ્પિટલ, તાલુકા શાળા ખાતે ડ્રાઇરન ગોઠવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં દહીંડા અને જાળીયા ગામની શાળાઓમાં જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. દરેક સેન્ટર પર 25-25 વ્યક્તિઓને વેકસીનનું ડ્રાઇરનમાં વેકસીનેશન કરવામાં આવ્યું હતું. અમરેલી તાલુકા શાળા ખાતે કેન્દ્ર પર આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ ડીડીઓએ પણ મુલાકાત લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ મનપાએ ભાંગરો વાટ્યો, લોકોને 1 સેકન્ડમાં 40 કિમીની સ્પીડે વાહન દોડાવવાનું કહ્યું


વેકસીનેશન પ્રક્રિયાની ડ્રાઇરનનું નિરીક્ષણ કર્યું હતું. કોરોનાની વેકસીનને લઈને જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા તૈયારી કરવામાં આવી છે. તંત્ર દ્વારા 3.5 લાખ લોકોની યાદી તૈયારી કરવામાં આવી છે. આ યાદી મુજબ તબબક્કાવાર વેકસીનેશન આગામી દિવસોમાં કરવામાં આવશે. સમગ્ર પ્રક્રિયામાં વેકસીનેટરને વેકસીન આપવા માટે જાણ કરશે અને અને ત્રણ રૂમમા તૈયારી કરાઈ છે. 


ગુજરાતની ટોચની કંપનીએ સૌરવ ગાંગુલીની જાહેરાત રોકી


પહેલા રૂમમાં વેકસીન લેનારનું આઇડીડેન્ટિફિકેશન થશે. બીજા રૂમમા વેકસીનેટર રસી અપાશે અને ત્રીજા ઓબ્ઝર્વેશન રૂમમાં બેસાડીને ઓબ્ઝર્વેશન કરશે. જો કોઈ રીએક્શન કે મુશ્કેલી હોય તો સારવાર અપાશે. આ ડ્રાયરન આખોદીવસ ચાલશે અને કોઈ ઇસ્યુને નિવારવા માટે આજે બેઠક થશે અને ચર્ચાઓ કરશે. જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારે જણાવ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube