ગુજરાતમાં વેકસીનેશનની સંપૂર્ણ કામગીરી પૂર્ણ, બસ આટલી જ જોવાઇ રહી છે રાહ!!!
મુખ્યમંત્રીએ વનબંધુ વિસ્તાર આહવા ડાંગમાં પાણી પુરવઠાની યોજનાઓના ભૂમિપૂજન-ખાતમૂર્હત અવસરે સંબોધન કરતાં આ માહિતી આપી હતી.
ડાંગ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગુજરાત કોવિડ-19 કોરોના સામેના વેકસીનેશન અંગે સંપૂર્ણ સજ્જ છે. તેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે, હવે ટૂંક સમયમાં જ આ મેઇડ ઇન ઇન્ડીયા વેકસીન આવી જવાની છે અને રસીકરણ પણ શરૂ થવાનું છે.
ગુજરાતમાં આ રસીકરણની સંપૂર્ણ તૈયારીઓ રાજ્ય સરકારે કરી લીધી છે. કોલ્ડચેઇન બની ગઇ છે, સર્વેક્ષણ કામગીરી થઇ ગઇ છે તથા રસીકરણ માટેની તાલીમ પણ કર્મીઓને અપાઇ ગઇ છે એમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એમ પણ કહ્યું કે, ભારત સરકાર રસીકરણ પ્લાન જાહેર કરે કે તુરત જ ગુજરાતમાં પણ વેકસીનેશન કામગીરી રાજ્ય સરકાર શરૂ કરી દેવા સુસજ્જ છે.મુખ્યમંત્રીએ વનબંધુ વિસ્તાર આહવા ડાંગમાં પાણી પુરવઠાની યોજનાઓના ભૂમિપૂજન-ખાતમૂર્હત અવસરે સંબોધન કરતાં આ માહિતી આપી હતી.
કરોડોની જમીન પર કબજો કરનાર ભૂમાફિયાઓને ઉઘાડા પાડ્યા, મોટા ગજાના બિલ્ડરર્સની સંડોવણી
ડાંગ જિલ્લાના નાગરિકો માટે આહવા વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર, પીપલદહાડ હાટ બજાર (તા. સુબીર), સહકાર ભવન, શામગહાન અને સુબીર સામૂહિક આરોગ્ય કેન્દ્ર, શિંગાણા અને સાકરપાતળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોયલીપાડા, ભવાનદગડ અને વાંવદા પેટા આરોગ્ય કેન્દ્ર તેમજ સુબીર તાલુકા શાળા તથા સિવિલ હોસ્પિટલ, આહવા ખાતે "બ્લડ સેન્ટર" નું લોકાર્પણ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા ડાંગ જિલ્લાના નાગરિકો માટે ઘાણા, જામનિયામાળ, પોળસમાળ, સાકરપાતળ અને ઉમરપાડા જૂથ પાણી પુરવઠા યોજનાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
મૌસમે બદલ્યો મિજાજ: ધુમ્મસ કડકડતી ઠંડી અને કમોસમી વરસાદની આગાહી
ડાંગ જિલ્લાના આહવા નજીક લશ્કર્યા ખાતે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના હસ્તે પાણી પુરવઠાની જુદી જુદી પાંચ યોજનાઓના ખાતમુહુર્ત સાથે ડાંગ જિલ્લામા નવા તૈયાર થયેલા વોકેશનલ ટ્રેનીગ સેન્ટર, અને સહકાર ભવન ઉપરાંત સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, અને પેટા આરોગ્ય કેન્દ્રોનુ પણ લોકાર્પણ કરવામાં આવ્યું.
ભૂમાફિયાઓ સામે લાલ આંખ, લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત રાજકોટ જિલ્લામાં નોંધાઇ પ્રથમ ફરિયાદ
જેમાં મુખ્યત્વે પાણી પુરવઠા દ્વારા રૂ.૪૬.૯૭ કરોડના ખર્ચે તૈયાર થનાર ચેકડેમો જેનાથી ડાંગ જિલ્લાના ૧૨૨ ગામો માં વસતા અંદાજીત ૫૧,૦૫૫ લોકોને માટે પીવાના પાણીની કાયમી સુવિધા ઊભી થશે. અને સાથે ડાંગ જિલ્લા અને આજુબાજુ વિસ્તારના જરૂરીયાતમંદ દર્દીઓને સરળતાથી રક્ત (લોહી) ની સેવાઓ ઉપલબ્ધ થઈ શકે તે હેતુથી રાજ્ય સરકારના આદિજાતિ વિભાગમાંથી ૧.૫૦ કરોડના ખર્ચે બ્લડ સેન્ટર શરૂ કરવા આવેલ બ્લડ સેન્ટર ને લોકોને અર્પણ કર્યું છે.
જમીનમાંથી નિકળશે સોનાના બિસ્કિટના નામે લાખોની ઠગાઇ, મુર્ખામી પર હસવું જરૂર આવશે!
ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં પહેલા ડિલિવરી કે અકસ્માત જેવા કેસોમા લોહીની ખાસ જરૂરીયાત રહેતી હોય, તેવા સમયે લોહી લેવા માટે દોઢસો કિલોમીટર જેટલું અંતર કાપી વલસાડ, ચીખલી, બીલીમોરા જેવા સ્થળોએ જવું પડતું. આ બ્લડ સેન્ટર શરૂ થવાથી લોકોની પડતી આ મુશ્કેલીઓ દુર થશે. રાજ્યમાં કોરોના વેકશીન મુદ્દે કોંગ્રેસ દ્વારા અપાતા નિવેદન મુદ્દે મુખ્યમંત્રીએ કહ્યું હતું.
કોંગ્રેસ તરફથી સર્જીકલ સ્ટ્રાઈક વખતે પણ આવા નિવેદનો કરતા હતા, આ દેશ માટે ગૌરવ લેવા જેવી બાબત છે ત્યારે આવા નિવેદન કરી કોંગ્રેસ પોતાની છાપ પ્રજા સમક્ષ મૂકી છે, સાથે ભુ માફિયાને લઈને અલ્પેશ ઠાકોર દ્વારા કરવામાં આવેલ નિવેદનને લઈને પણ મુખ્યમંત્રીએ જવાબ આપતા કહ્યું હતું કે ભુ-માફિયાઓ માટે કડક કાયદાની વ્યાપક અસર છે, આ અંગે દરેક જિલ્લામાં કલકેટરે કામ શરૂ કરી દીધું છે. કોઈ પણ લુખ્ખા ઓ કોઈની જમીન સંપત્તિ પડાવી ન લે એ માટે લોકોની સમાલતી માટે કાયદો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube