જૂનાગઢઃ જૂનાગઢના જામવાળામાં એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવેલા 33 સિંહોનું રસિકરણ કાર્ય શનિવારથી શરૂ કરી દેવાયું છે. વન વિભાગના અધિક સચિવ રાજીવ ગુપ્તાની દેખરેખ હેઠળ સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ મિતિયાળા અભયારણ્યમાં 8 સિંહ ગાયબ થઈ જતાં વન વિભાગ દોડતું થયું છે. હાલ બે સિંહણ જ ફરતી દેખાતી હોવાથી વન અધિકારીઓએ ગતિવિધી તેજ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધારીના દલખાણીયા રેન્જમાં એક મહિનાના અંદર 23 સિંહોના મોત થયા બાદ રાજ્ય સરકાર દ્વારા ખાસ અમરિકાથી વેક્સિન મગાવવામાં આવી હતી. આ વેક્સિન ગઈકાલે વિમાનમાર્ગે રાજકોટ આવી પહોંચી હતી. જૂનાગઢમાં આવેલા સક્કરબાગ ઝૂમાં આ વિક્સિનનો જથ્થો સુરક્ષિત રાખવામાં આવ્યો છે. 


આ વેક્સિનને 4 થી 6 ડિગ્રીના વિશેષ તાપમાનમાં સુરક્ષિત રાખવામાં આવે છે. હાલ રાજ્ય સરકાર દ્વારા 300 વેક્સિન મગાવાઈ છે. આફ્રિકાના દેશોમાં ભૂતકાળમાં જ્યારે સિંહોના મોતની ઘટના થઈ હતી ત્યારે આ રસીનો સફળ ઉપયોગ કરાયો હતો. આ વેક્સિન સિંહોને વાઈરસના ચેપ સામે લડવાની શક્તિ પૂરી પાડે છે. 


હાલ, જામવાળા રેન્જમાં નિષ્ણાત વેટરનરી ડોક્ટરોની ટીમ હેઠળ રસીકરણ ઝુંબેશ શરૂ કરાઈ છે. ત્યાર બાદ ગીરના જંગલમાં રહેલા અન્ય સિંહોને પણ આ રસી આપવામાં આવશે. સાથે જ ગીર જંગલની આસપાસ આવેલા 100 જેટલા ગામોમાં રહેલાં પશુઓનું પણ રસીકરણ કરવામાં આવશે. દલખાણીયા રેન્જની આસપાસ રહેલા સિંહોના રસિકરણનું કાર્ય રવિવારથી હાથ ધરાશે.


પ્યોર વેક્સ ફેરેટ ડિસ્ટેમ્પર વેક્સિન 
જૂનાગઢમાં આવેલા સક્કરબાગ ઝુના ડિરેક્ટર M K વાળા 300 CDV વેક્સિન લઈને મુંબઇથી રાજકોટ આવ્યા હતા અને ત્યાંથી તેને જૂનાગઢ ખસેડાઈ હતી. અમેરિકાથી લવાયેલી આ વેક્સિનનું નામ "પ્યોર વેક્સ ફેરેટ ડીસ્ટેમ્પર" છે. એટલાન્ટાના દુલુક શહેરની મેરિયાલ નામની કંપની પાસે જ છે આ વેક્સીનની પેટન્ટ છે. 


[[{"fid":"185125","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


મિતિયાળા અભયારણમાં 8 સિંહ ગાયબ
હજુ, 23 સિંહના મોતની વાતથી કળ વળી નથી ત્યાં ફરી મિતિયાળા અભયારણ્યમાં 8 સિહો ગાયબ થઈ ગયા હોવાની વાત જાણવા મળી છે. સોસિરિયા અને માન્ડન કુવાની આસપાસ માત્ર 2 સિંહણ જ ફરતી દેખાતી હોવાની માહિતી મળતાં વન વિભાગના કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ છે.