વેક્સીન રેકોર્ડની ખુશીમાં સુરતી વેપારીએ ગ્રાહકોને મફતમાં લોચો ખવડાવ્યો
કોરોના સામેની લડાઈમાં ભારતે મોટી સફળતા મેળવી છે, એક તરફ કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટડો જોવા મળ્યો છે. તો બીજી તરફ દેશમાં કોરોનાની રસી લેવામાં મોટી સફળતા મેળવવામાં આવી છે. આજે દેશમાં 100 કરોડ વેક્સીનના ડોઝ અપાઈ ચૂક્યા છે. આ રેકોર્ડને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને આરોગ્ય મંત્રી ડો મનસુખ માંડવીયાએ સહિતના લોકોએ વધાવ્યો છે. ત્યારે સુરતમાં આ પ્રસંગને અનોખી રીતે ઉજવવામાં આવ્યો છે. સુરતના એક વેપારીએ આ રેકોર્ડને ઉજવવા પોતાના 100 ગ્રાહકોને મફતમાં લોચો ખવડાવ્યો હતો.
ચેતન પટેલ/સુરત :કોરોના સામેની લડાઈમાં ભારતે મોટી સફળતા મેળવી છે, એક તરફ કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટડો જોવા મળ્યો છે. તો બીજી તરફ દેશમાં કોરોનાની રસી લેવામાં મોટી સફળતા મેળવવામાં આવી છે. આજે દેશમાં 100 કરોડ વેક્સીનના ડોઝ અપાઈ ચૂક્યા છે. આ રેકોર્ડને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને આરોગ્ય મંત્રી ડો મનસુખ માંડવીયાએ સહિતના લોકોએ વધાવ્યો છે. ત્યારે સુરતમાં આ પ્રસંગને અનોખી રીતે ઉજવવામાં આવ્યો છે. સુરતના એક વેપારીએ આ રેકોર્ડને ઉજવવા પોતાના 100 ગ્રાહકોને મફતમાં લોચો ખવડાવ્યો હતો.
સુરતના લોકો સવારે લોચો ખાવા માટે પડાપડી કરતા હોય છે, ત્યારે આજે મોટા વરાછાની એક દુકાનમાં લોચો ખાવા માટે રીતસરની લાંબી લાઈન લાગી હતી. કારણ હતું કોરોના વેક્સીનનો રેકોર્ડ. દુકાનના માલિક મોહિત ઠુમરે આજે એક ખાસ ઓફર પોતાના ગ્રાફકોને આપી હતી. તેમણે પોતાની દુકાનમાં આવનારા 100 ગ્રાહકોને ફ્રીમાં લોચો ખવડાવ્યો હતો. જોકે એમાં શરત એ રાખવામાં આવી હતી કે, જે ગ્રાહકોએ કોરોનાની રસીના બંને ડોઝ લીધા હશે, તેમને જ ફ્રીમાં લોચો આપવામાં આવ્યો હતો. આ સાથે જ તેમને જાહેરાત કરી હતી કે, જ્યારે દેશના તમામ લોકો વેક્સીન લઈ લેશે ત્યારે આવી જ મોટી જાહેરાત કરવામાં આવશે.
આ પણ વાંચો : તમારી ગર્લફ્રેન્ડને ગાંધીનગરમાં ફરતા લઈ જતા પહેલા સાવધાન, કુંવારા રહી ગયેલા યુવકે એવો ત્રાસ મચાવ્યો કે...
આજે દેશમાં 100 ડોઝના રેકોર્ડ પર અનેક લોકોએ ઓફર આપી હતી. 100 કરોડ વેક્સીનના ડોઝની કામગીરી પૂર્ણ થવાની ખુશીમાં જાણીતી રોપ વે કંપની તરફથી બંને ડોઝ લીધા હોય તેવા 100 વ્યકિતઓને ફ્રીમાં રોપ વેની મુસાફરી કરાવાની જાહેરાત કરાઈ હતી. દેશમાં 100 કરોડ વેક્સિનેશન થવા પર ઉજવણીનો માહોલ જોવા મળશે. તેવામાં દિલ્હીની ઉષા બ્રેકો લિમિટેડે સ્વાભિમાન સ્કીમ લોન્ચ કરવાની જાહેરાત કરી છે જેના અંતર્ગત પહેલા 100 લોકો જે સંપૂર્ણપણે વેક્સિનેટેડ હશે તેમને ગુજરાત, ઉત્તરાખંડ અને કેરળના 7 સ્થળોએ રોપ-વેની ફ્રી રાઈડ ઉપલબ્ધ કરાવવામાં આવશે.