મહેસાણા: ગુજરાતની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. ગુજરાતના સમૃદ્ધ અને ઐતિહાસિક વારસાની ફરી એક વાર આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી છે. મોઢેરાના સૂર્ય મંદિર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે. અગાઉ આ ક્ષેણીમાં અમદાવાદ શહેર, ચાંપાનેર, ધોળાવીરા તેમજ પાટણની રાણકી વાવને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળી ચૂક્યો છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના સમૃદ્ધ અને ઐતિહાસિક વારસાની ફરી એક વાર આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી છે, જેમાં ભારતના ત્રણ ઐતિહાસિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાંથી બે સ્થળો ગુજરાતના છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટની યાદીમાં વડનગર –ઐતિહાસિક શહેર, મોઢેરાનું સૂર્ય મંદિર અને ત્રિપુરાના ઉનાકોટીના રોક-કટ શિલ્પોનો પણ વર્લ્ડ હેરિટેક સાઈટની કામચલાઉ યાદીમાં સામેવશ કરવામાં આવ્યો છે. 


મહત્વનું છે કે, કેન્દ્રીય મંત્રી જી.કિશન રેડ્ડીએ આ અંગે ટ્વીટ કરી જાણકારી આપી છે. આ સાથે, ભારત પાસે હવે યુનેસ્કોની કામચલાઉ સૂચિમાં 52 સાઇટ્સનો સમાવેશ થઇ ચુક્યો છે. 



મોઢેરાનું સૂર્ય મંદિર (સૂર્ય મંદિરની વિશેષતા)
હવે ગુજરાતનું ફેમસ પ્રવાસન સ્થળ મોઢેરા સૂર્યમંદિર તમને નવા રૂપરંગમાં જોવા મળશે. હવેથી રોજ સાંજે મોઢેરા સૂર્યમંદિરનો તમને આકર્ષક નજારો જોવા મળશે. રોજ સાંજે સૂર્યમંદિર રોશનીથી ઝળહળતું જોવા મળશે. કારણ કે, મંદિરના પરિસરમાં આકર્ષક હેરિટેજ લાઈટિંગ શો થશે. પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન આ શોનું ઉદઘાટન કરાવ્યું. સૂર્ય ભગવાનને સમર્પિત મોઢેરાનું સૂર્ય મંદિર ભારતમાં મંદિર સ્થાપત્યનું એક રત્ન છે અને ગુજરાતનું ગૌરવ છે. આવા મંદિરોમાં તે પ્રથમ મંદિર છે, જે સોલંકી શૈલીનું શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કરે છે, જે સ્થાપત્ય અને સુશોભનમાં અજોડ છે.



વડનગર –ઐતિહાસિક શહેર
ઐતિહાસિક નગર તરીકે ઓળખાતા ગુજરાતનું વડનગરે ફરી એકવખત તમામનું ધ્યાન ખેંચ્યું છે. વડનગરમાં અત્યાર સુધી ખોદકામ દરમિયાન અનેક પ્રાચીન અવશેષો મળી આવ્યા છે. જે સોલંકી યુગના છે. વડનગર ગુજરાતના મહેસાણા જિલ્લા હેઠળનું નગર છે. બહુ-સ્તરીય ઐતિહાસિક શહેર, વડનગરનો ઈતિહાસ પૂર્વે 8મી સદીની આસપાસનો છે. શહેરમાં હજુ પણ મોટી સંખ્યામાં ઐતિહાસિક ઇમારતો છે જે મુખ્યત્વે ધાર્મિક અને રહેણાંક પ્રકૃતિની છે. 



2005થી વડનગરમાં ઉત્ખન્નની પ્રક્રિયા હાથ ધરાઈ
વડનગરએ વડાપ્રધાન મોદીના વતનની સાથે સાથે ઐતિહાસિક ધરોહર તરીકે પણ વિશ્વવિખ્યાત નગરી છે ત્યારે 2500 વર્ષ જૂની આ નગરીમાં બૌદ્ધ સમયના કેટલાક અવશેષો પુરાતન વિભાગને ભૂસ્તરમાંથી મળી આવી રહ્યા છે ત્યાં એક ચીની મુસાફર યુએન સંઘની ભારત મુલાકાતના ઇતિહાસ સાથે વડનગર એક બુદ્ધ ધર્મનો મોટુ સાક્ષી રહ્યું હોય તેવી વાત સાર્થક થઈ છે.



ઐતિહાસિક નગરી કહેવાતા વડનગરમાં પુરાતન વિભાગ દ્વારા વર્ષ 2005થી 2012 સુધી ગુજરાત પુરાતત્ત્વ ખાતાએ ઉત્ખનનની પ્રક્રિયા હાથ ધરી હતી.અને તે પછી 2014 થી 2021 સુધી ભારતીય પુરાતત્વ ખાતાએ ઉત્તખનન કામગીરી ચાલું છે.જેમાં અત્યાર સુધી આ નગરીના ભૂમિના પેટાળમાંથી અનેક વિવિધ બહુ મૂલ્યવાન અવષેશો પ્રાપ્ત થયાછે.જેવા કે સોનાનો એક સિક્કો, તાંબા પિત્તળ તથા સીસાના હજારોની સંખ્યામાં સિક્કાઓ  જુદા જુદા સમયના કાળના સિક્કાઓ મળ્યા છે. આ ઉપરાંત શંખની કલાત્મક ડિઝાઇનવાળી બંગડીયો, માટીની બંગડીયો, કાચાની બંગડીયો, માટીના અનેક  રમકડાં, રાજમુદ્રા, સિક્કાઓ બનાવવા માટેનું બીબું, ભ્રામી લિપિના લેખો, અલગ અલગ માટીના કલાતમક  અવષેશો,અને વિવિધ પથ્થરની મૂર્તિઓ અને  જુદા જુદા સમય કાળમાં જે શાસકો આવ્યા અને નગરની નવી  ટાઉન પ્લાનિંગ રચનાઓ થતી ગઈ અને છેક નીચેથી પ્રિ.મોરિય કાળથી લઈને ઉપર ગાયેકવાડ કાળના સ્ટ્રક્ચરો જમીનમાંથી જોવા મળ્યા છે.


ઉલ્લેખનીય છે કે, વડનગર અને મોઢેરાના સૂર્ય મંદિર સાથે ત્રિપુરામાં આવેલ ઉનાકોટીના શિલ્પનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સૂચિ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને કુદરતી સંપત્તિ દર્શાવે છે અને આપણા વારસાની વિશાળ વિવિધતાને પ્રતિબિંબિત કરે છે.