રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં ગઈ કાલે સમી સાંજે આશરે 7 વાગ્યાના સુમારે અલકાપુરીના આંબેડકર સર્કલ પાસે એક મર્સિડીઝ કાર ધડાકાભેર ડિવાઈડર સાથે ભટકાઈ ગઈ હતી. આ બનાવમાં ગોત્રી પોલીસે એમરેલ્ડ ગ્રુપના બિલ્ડર આકાશ પુરુષોત્તમ વાઘેલા અને તેના મિત્ર અતિશય રમેશ ઝંટીયાની પીધેલી હાલતમાં ધરપકડ કરી હતી. જોકે, ડ્રિંક એન્ડ ડ્રાઈવના આ બનાવમાં આશ્ચર્યજનક રીતે ઘટનાસ્થળેથી કાર ગાયબ થઈ ગઈ હતી. રાત્રે 11 વાગ્યા સુધી પોલીસ મથકે નહીં પહોંચેલી મર્સિડીઝ કાર ધ એમરલ્ડ બિલ્ડીંગના પાર્કિંગમાં પડી હોવાનું સામે આવ્યું હતું.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાવની વિગતો એવી છે કે, આકાશ પુરુષોત્તમ વાઘેલા ધ એમરલ્ડ ગ્રુપનો ભાગીદાર છે. આકાશ અને તેનો મિત્ર અતિશય જંટીયા સાંજના સમયે મર્સિડીઝ કારમાં ચિક્કાર પીધેલી અવસ્થામાં જઈ રહ્યાં હતાં. દરમિયાનમાં સાંજે 7 વાગ્યાના અરસામાં ટ્રાફિકથી ભરચક એવાં આંબેડકર સર્કલ પાસે ચકલી સર્કલ તરફ ટર્ન લેવા જતાં ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને વૈભવી કાર ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાઈ હતી. 


[[{"fid":"206878","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"BarodaMercedese.jpg","field_file_image_title_text[und][0][value]":"BarodaMercedese.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"BarodaMercedese.jpg","field_file_image_title_text[und][0][value]":"BarodaMercedese.jpg"}},"link_text":false,"attributes":{"alt":"BarodaMercedese.jpg","title":"BarodaMercedese.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


આ બનાવને પગલે લોકોના ટોળાં એકઠાં થઈ ગયા હતા. કારમાં સવાર બંને જણે ચિક્કાર પીધેલું હોવાથી બનાવ બન્યો હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. જોકે, રાત્રે ગોત્રી પોલીસે આ બનાવ અંગે ભેદી મૌન સેવ્યું હતું. બાદમાં અચાનક ગોત્રી પોલીસે કારમાં સવાર આકાશ અને અતિશયને ડ્રિંક એન્ડ ડ્રાઈવના ગુના હેઠળ ઝડપી પાડ્યા હતાં. જોકે, ઘટના સ્થળેથી હટાવી લેવાયેલી વૈભવ કાર ગોત્રી પોલીસ મથકે પહોંચી નહોતી.


ઝી 24 કલાકની ટીમ દ્વારા તપાસ કરાતાં ગોત્રી પોલીસ મથકે નહીં પહોંચેલી વૈભવી કાર ધ એમરલ્ડના પાર્કિંગમાં પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. તો બીજી તરફ રાત્રે 11 વાગ્યા સુધી ગોત્રી પોલીસે કાર ટો કરીને લાવવામાં આવી રહી હોવાનું રટણ કર્યું હતું. રાત્રે 11-15ની આસપાસ ધ એમરલ્ડના પાર્કિંગમાંથી વૈભવી કાર ગોત્રી પોલીસ મથકે લઈ જવામાં આવી હતી. આ હાઈપ્રોફાઈલ કેસમાં ગોત્રી પોલીસની શંકાસ્પદ કામગીરીને પગલે કેટલાંક પ્રશ્નો ઉભા થાય છે. જેમકે, ઘટના સ્થળેથી મર્સિડીઝ કાર 700 મીટર દૂર એમરલ્ડના પાર્કિંગમાં કેવી રીતે પહોંચી? મર્સિડીઝ કાર ઘટનાસ્થળેથી આકાશની ઓફિસના પાર્કિંગમાં પહોંચી શકતી હોય તો પોલીસ મથકે કેમ ના પહોંચી? કેમ આરોપીને માત્ર ગણતરીના કલાકોમાં છોડી મુકાયા? પોલીસે આરોપીના મેડિકલ ટેસ્ટ કરાવ્યા કે નહિ?