વડોદરા: ભાઇ-બહેન સાથે મળી પ્રિન્ટીંગ મશીનમાં છાપતા 100ના દરની નકલી નોટો
એસઓજી પોલીસે બાતમીના આધારે પાણીગેટ વિસ્તારમાંથી બનાવટી ચલણી નોટો સાથે ભાઈ, બહેનની ધરપકડ કરી છે. 100 રૂપિયાની બનાવટી નોટ છાપી બજારમાં વટાવી અર્થતંત્રને નુકશાન કરતા ભાઈ બહેને બનાવટી નોટના વેપાર પાછળનુ જે કારણ આપ્યુ તે જાણી પોલીસના હોંશ ઉડી ગયા.
રવિ અગ્રવાલ/વડોદરા: એસઓજી પોલીસે બાતમીના આધારે પાણીગેટ વિસ્તારમાંથી બનાવટી ચલણી નોટો સાથે ભાઈ, બહેનની ધરપકડ કરી છે. 100 રૂપિયાની બનાવટી નોટ છાપી બજારમાં વટાવી અર્થતંત્રને નુકશાન કરતા ભાઈ બહેને બનાવટી નોટના વેપાર પાછળનુ જે કારણ આપ્યુ તે જાણી પોલીસના હોંશ ઉડી ગયા.
વડોદરામાં બનાવટી ચલણી નોટો ભાઈ બનાવી વટાવે છે તેવી બાતમી એસઓજી પોલીસને મળી હતી જેના પગલે એસઓજી પોલીસે પાણીગેટમાં રહેતા સાયરાબાનુ અને તેના ભાઈ મોહમદ ઓઝેફ મેમણના ઘરે દરોડા પાડયા હતા. પોલીસને દરોડા દરમિયાન ઘરમાંથી બનાવટી ચલણી નોટ છાપવાનુ પ્રિન્ટીંગ મશીન મળ્યું હતું. સાથે જ સાયરાબાનુ અને ઓઝેફ મેમણ પાસેથી ૧૦૦ રૂપિયાના દરની ચાર નકલી ચલણી નોટ મળી પણ આવી હતી. જેથી પોલીસે સાયરાબાનુ અને તેના ભાઈ મોહમદ ઓઝેફ મેમણની ધરપકડ કરી.
ગુજરાત પોલીસની દારૂ બંધીની ડ્રાઇવ વચ્ચે આ સ્થળે ખુલ્લેઆમ ચાલુ થઇ ‘બિયર શોપ’
એસઓજી પોલીસે બનાવટી નોટનો વેપલો કરતા ભાઈ બહેનની પૂછપરછ કરતા તેમને અત્યાર સુધી ૫૦ થી વધુ ૧૦૦ રૂપિયાની બનાવટી ચલણી નોટો બજારમાં વટાવી હોવાની કબુલાત કરી હતી. આરોપીઓના મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો ભાઈ બહેન વડોદરામા ભરાતા મેળામાં જઈ 10 કે 20 રૂપિયાની વસ્તુ ખરીદી રૂપિયા ૧૦૦ની બનાવટી નોટ આપી વેપારી પાસેથી અસલ નાણાં મેળવતા હતા. આરોપી મોહમદને ચશ્માની દુકાનમાંથી કાઢી મુકતા તેને નકલી નોટોનો કારોબાર શરૂ કર્યો.
પોલીસે ભાઈ બહેન પાસેથી પ્રિન્ટીગ મશીન, ૧૦૦ રૂપિયાની ચાર બનાવટી નોટ, મોબાઈલ ફોન મળી કુલ 18,150 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ ભાઈ બહેને અન્ય કોઈ જગ્યાએ રૂપિયા વટાવ્યા છે કે કેમ તેની તપાસ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.