VADODARA: સયાજી હોસ્પિટલમાં 258 કોરોના પોઝિટિવ સગર્ભા મહિલાઓની પ્રસુતિ
સયાજી હોસ્પિટલના સ્ત્રીરોગ અને પ્રસુતિ વિભાગે 2020 માં કોવિડની આફત આવી ત્યારથી જ સગર્ભા સ્ત્રીઓને ધ્યાને રાખી સારવાર અને સલામત પ્રસુતિની ઉમદા કામગીરી થઇ રહી છે. વડોદરાના કોવિડ પોઝિટિવ કેસો નોંધાવાની શરૂઆત થઇ ત્યારથી જ આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, શહેરનાં પ્રથમ 9 કેસમાં સગર્ભા મહિલાનો પણ સમાવેશ થાય છે.
વડોદરા : સયાજી હોસ્પિટલના સ્ત્રીરોગ અને પ્રસુતિ વિભાગે 2020 માં કોવિડની આફત આવી ત્યારથી જ સગર્ભા સ્ત્રીઓને ધ્યાને રાખી સારવાર અને સલામત પ્રસુતિની ઉમદા કામગીરી થઇ રહી છે. વડોદરાના કોવિડ પોઝિટિવ કેસો નોંધાવાની શરૂઆત થઇ ત્યારથી જ આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, શહેરનાં પ્રથમ 9 કેસમાં સગર્ભા મહિલાનો પણ સમાવેશ થાય છે.
સયાજી હોસ્પિટલના સ્ત્રીરોગ અને પ્રસુતિ વિભાગના વડા ડૉ. આશિખ ગોખલેના અનુસાર, આગમચેતીના ભાગરૂપે અમે ગયા વર્ષથી જ ગર્ભવતિ મહિલાઓ માટે અલગ વોર્ડની વ્યવસ્થા કરી હતી. જેમાં કોરોના પોઝિટિવ મહિલાઓ માટે અલગ ઓપરેશન થિયેટરથી માંડીને તમામ પ્રકારની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી.
ડોક્ટર્સના અનુસાર પ્રથમ વેવની તુલનાએ બીજા વેવમાં જ ખુબ જ મોટા પ્રમાણમાં ગર્ભવતી મહિલાઓ કોરોનાથી સંક્રમિત થઇ હતી. વડોદરાની તૈયારીઓને જોતા અન્ય જિલ્લાની મહિલાઓ પણ વડોદરા લાવવામાં આવી રહી હતી. કોરોના પોઝિટિવ સગર્ભા મહિલાઓ માટે અલાયદી જ વ્યવસ્થા હેઠળ સુવાવડ, સીઝર, એક્ટોપી, પ્રેગ્નેન્સી, ગર્ભાશય ફાટી જવું જેવા કિસ્સાઓમાં શસ્ત્રક્રિયા સહિતની તામ વ્યવસ્થા કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube