વડોદરા : શહેરની નજીક શેરખી ભીમપુરા ચોકડી નજીક આવેલી નર્મદા કેનાલમાં મજૂરી કામ કરીને છુટીને ઘરે જઇ રહેલા 3 યુવાનો પૈકી બે સગા ભાઇ કેનાલમાં ડૂબીને મોતને ભેટ્યા હતા. જ્યારે એકનો બચાવ થયો હતો. ફાયરબ્રિગેડની ટીમે કેનાલમાં ડૂબીને મોતને ભેટા હતા. જ્યારે એકનો બચાવ થયો હતો. ફાયરબ્રિગેડની ટીમે કેનાલના વહેતા પાણીમાં ગુમ થયેલા બે ભાઇના મૃતદેહને બહાર કાઢીને પોલીસને સોંપ્યા હતા. આ બનાવ અંગે તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બંન્ને ભાઇઓ એલએન્ડટી દ્વારા બનાવવામાં આવી રહેલા એક્સપ્રેસ હાઇવેની કામગીરીની મજૂરી કામ કરતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાના શેરખી અને ભીમપુરા ગામ પાસેથી નર્મદા કેનાલ પસાર થાય છે. આ કેનાલ નજીક એલએન્ડી ટી કંપની દ્વારા એક્સપ્રેસ હાઇવેનું કામકાજ ચાલી રહ્યું છે. રોડ બનાવવાની કામગીરી ઝારખંડના બે સગા ભાઇઓ અજય ભોઇટા અને તેનો નાનો ભાઇ વિનોદ ભોઇટા મજુરીકામ કરતા હતા. મોડી સાંજે બંન્ને ભાઇ તથા તેની સાથે મજુરીકામ કરતો સરજુ નામનો યુવાન મિત્રો ઘરે જતા રહ્યા હતા. 


ભીમપુરાથી શેરખી ચોકડી પાસે નર્મદા કેનાલ આતા તેઓ કોઇ કારણોસર કેનાલમાં નહાવા પડ્યા હતા. જેમાં અજય ભોઇટા અને બંન્ને ભાઇઓ તણાતા સાથી મિત્ર સરજુએ બચાવવા માટે કેનાલમાં ભુસકો માર્યો હતો. તે પણ તણાવા લાગ્યો હતો. જેથી બુમાબુમ કરતા નજીક ઉભેલા એક આધેડ વ્યક્તિએ દોરડું અને ડોલ લઇને દોડી આવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube