વડોદરા: પોલો ગ્રાઉન્ડ ખાતે 55 ફૂટ ઉંચા રાવણ દહનની તૈયારી શરૂ
શહેરમાં દશેરાના પગલે ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રામલીલા અને રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રામલીલા અને રાવણ દહનને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડોદરાના પોલો ગ્રાઉન્ડ મેદાન ખાતે 55 ફૂટ ઊંચા રાવણ, 50 ફૂટ ઊંચા મેઘનાથ અને કુંભકર્ણના પુતળા લાવી દેવામાં આવ્યા છે.
રવિ અગ્રવાલ/વડોદરા: શહેરમાં દશેરાના પગલે ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રામલીલા અને રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રામલીલા અને રાવણ દહનને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડોદરાના પોલો ગ્રાઉન્ડ મેદાન ખાતે 55 ફૂટ ઊંચા રાવણ, 50 ફૂટ ઊંચા મેઘનાથ અને કુંભકર્ણના પુતળા લાવી દેવામાં આવ્યા છે.
પૂતળામાં ફટાકડા લગાવવામાં આવી રહ્યા છે તેમજ પુતળાને મુકવા માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રામલીલા જોવા હજારોની સંખ્યામાં વડોદરાવાસીઓ આવે છે. જેને લઈ આયોજકોએ મેદાનમાં તમામ આયોજન કર્યું છે. રામલીલા અને રાવણદહનના કાર્યક્રમની થીમ ચાલુ વર્ષે આતંકવાદ વિરુધ્ધ રાખવામાં આવી છે.
દશેરાએ ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂપે કરી હતી સમીના વૃક્ષ નીચે ‘શસ્ત્ર પૂજા’
દશેરાએ આંતકવાદને દહન કરી લોકોને આતંકવાદ સામે એકજુથ થવાનો સંદેશો આપવામાં આવશે તો સેનાના જવાનોનું સન્માન દરેક વ્યક્તિએ કરવું જોઈએ તે થીમ પણ તૈયાર કરાશે. વડોદરામાં ભજવાતી રામલીલામાં ખાસ વાત એ છે કે, રામલીલામાં લક્ષ્મણનું પાત્ર મુસ્લિમ યુવાન આબીદ શેખ ભજવે છે. જેનાથી કોમી એકતાનો સંદેશો સમાજમાં પ્રસરે. મહત્વની વાત છે કે, રામલીલામાં નાટક કરનાર તમામ કલાકારો મફતમાં વર્ષોથી કામ કરી સમાજમાં રામલીલાનો સંદેશો પહોચાડે છે.
જુઓ Live TV:-