Vadodara: જન્માષ્ટમી પર જુગાર રમતા 75 લોકો ઝડપાયા, પોલીસે લાખોનો મુદ્દામાલ કર્યો જપ્ત
જન્માષ્ટમીના દિવસે વડોદરા પોલીસે જુદી-જુદી 13 જગ્યાઓ પર દરોડા પાડીને કુલ 75 જુગારીઓની ધરપકડ કરી છે.
વડોદરાઃ વડોદરામાં જન્માષ્ટમી પર જુગારીઓને ઝડપવા માટે પોલીસે ખાસ પેટ્રોલિંગ કર્યું હતું. જન્માષ્ટમીના દિવસે વડોદરા પોલીસે જુદી-જુદી 13 જગ્યાઓ પર દરોડા પાડીને કુલ 75 જુગારીઓની ધરપકડ કરી છે. પોલીસે 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. શહેરના લક્ષ્મીપુરા પોલીસે બે સ્થળોથી 15 શખ્સોની ધરપકડ કરી છે. મકરપુરા પોલીસે 9 શખ્સોની ધરપકડ કરી છે. આ રીતે સમગ્ર શહેરમાં કુલ 75 જુગારીઓ ઝડપાયા છે.
આ પણ વાંચો- Monsoon: રાજ્યમાં ફરી જામ્યો વરસાદી માહોલ, આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી
વડોદરા શહેર પોલીસે જન્માષ્ટમીના તહેવાર પર જુગારીઓને ઝડપવા માટે ખાસ પેટ્રોલિંગ કર્યું હતું. આ દરમિયાન શહેરમાં જુદી-જુદી જગ્યાએથી કુલ 75થી વધુ જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 3 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. પાણીગેટ પોલીસે 7 જુગારીઓને ઝડપ્યા છે. તો નવાપુરા, નંદેસરી અને કારેલીબાગ પોલીસે જુગાર રમતા બે-બે લોકોની ધરપકડ કરી છે. જવાહરનગર પોલીસે જુગાર રમતા કુલ 9 લોકોને ઝડપ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube