વડોદરા : સોશિયલ મીડિયા કુમળીવયના બાળકો પર કેટલી ગંભીર અસર પહોંચાડે છે તેવો વધારે એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરા નજીક આવેલા એક ગામમાં એક જ ફળિયામાં રહેતા અને એક બીજાથી આકર્ષાયેલા સગીર કિશોર અને કિશોરી ફરાર થઇ ગયા હતા. ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસ દોડતી થઇ હતી. લગ્ન કરીને સંસાર માંડવાની આશાએ આ બંન્ને લોકો ફરાર થઇ ગયા હતા. જો કે છાણી પોલીસ દ્વારા આ અંગે વધારે તપાસ આદરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આર્થિક સંકડામણથી કંટાળેલા એક જ પરિવારના 4 લોકોએ આત્મહત્યા કરી લેતા ચકચાર


વડોદરા નજીક આવેલા ગામમાં રહેતા ઉચ્ચ જ્ઞાતિના મધ્યમ પરિવારનો 14 વર્ષનો એક યુવક અને કિશોરી એક ફળિયામાં એક બીજાના ઘર સામે રહે છે.બંન્ને અલગ અલગ સ્કુલમાં ધોરણ 9માં અભ્યાસ કરે છે. આ યુવક કિશોરી એક જ ફળિયાના હોવાના કારણે શાળાએ જવાથી માંડીને ભણવા સુધી સતત સાથે જ રહેતા હતા. જેના કારણે બંન્ને વચ્ચે પ્રણય પાંગર્યો હતો. બંન્ને એક બીજાની સાથે જીવવા મરવાના કોલ આપી ચુક્યા હતા. જો કે માર્ચ મહિનાથી શાળાઓ બંધ હોવાના કારણે આ બંન્ને સાથે સમય પસાર કરી શકતા નહોતા.


GUJARAT CORONA UPDATE: નવા 741 કોરોના દર્દી, 922 સાજા થયા, 05 દર્દીઓનાં કોરોનાને કારણે મોત


જેથી પોતાના પ્રેમને પુર્ણ કરવા માટે બંન્નેએ ભાગી જવાનું નક્કી કર્યું હતું. જેના પગલે ચાર દિવસ પુર્વે તેઓ ફરાર થઇ ગયા હતા. ફરાર થયેલા સગીરે પોતાના ઘરમાંથી 25 હજાર રોકડા અને સંગીતા રૂપિયા 5000 લઇને ઘરેથી નિકળી ગયા હતા. જેના પગલે કિશોરીના પિતાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસ દ્વારા સચિન અને સંગીતાને સહીસલામત ઘરે લાવવા પ્રયાસો ચાલી રહ્યો છે. સચિનનો ફોન બંધ બતાવી રહ્યા છે. આ કિસ્સો અનેક વાલીઓ સામે લાલબત્તી સમાન કિસ્સો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube