પાવાગઢમાં ઘુમ્મટ કેમ પત્તાની માફક તૂટી પડ્યો? સામે આવ્યું લોકમુખે ચર્ચાતું કારણ, કુદરતનો પ્રકોપ કે પછી...
પંચમહાલ જિલ્લામાં આવેલા પાવાગઢ ખાતે મોટી દુર્ઘટના ટળી છે. માચી નજીક યાત્રાળુઓના વિશ્રામ માટે બનાવાઇ રહેલી પથ્થરની કુટીરનો ઘુમ્મટ તૂટ્યો છે. ઘુમ્મટ તૂટી પડતાં પથ્થરનાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા હતા.
ઝી બ્યુરો/પંચમહાલ: ગુજરાતના યાત્રાધામ પાવાગઢ ખાતે મોટી દુર્ઘટના ઘટી છે, જેમાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 2 બાળકો અને 3 મહિલાઓ સહિત 10 લોકો ઈજાગ્રસ્ત બન્યા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હાલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લાના કલેક્ટર આશિષ કુમાર દ્વારા ઘટના મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
લોહીમાં લથપથ લોકોની ચિચિયારીઓથી પાવાગઢ ગૂંજ્યો! એક મહિલાનું મોત, 10 ઈજાગ્રસ્ત
વીજળી પડતા ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી
પંચમહાલ જિલ્લામાં આવેલા પાવાગઢ ખાતે મોટી દુર્ઘટના ટળી છે. માચી નજીક યાત્રાળુઓના વિશ્રામ માટે બનાવાઇ રહેલી પથ્થરની કુટીરનો ઘુમ્મટ તૂટ્યો છે. ઘુમ્મટ તૂટી પડતાં પથ્થરનાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા હતા. માચીમાં યાત્રાળુઓના વિશ્રામ માટે પથ્થરની કુટિર બનાવામાં આવી રહી હતી. જો કે કેટલાક યાત્રાળુઓ વિશ્રામ માટે અહીં રોકાયા હતા.
યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના; વિશ્રામ કુટિરનો ઘુમ્મટ તૂટ્યો, 10 ઘાયલ, એકનું મોત
ઘુમ્મટના કાટમાળ નીચે 10થી વધુ લોકો દબાયા
પંચમહાલ જિલ્લામાં હાલ પાવાગઢ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી વાતાવરણ હોવાના પગલે લોકો અહીં રોકાયેલા હતા. જો કે મળતી માહિતી પ્રમાણે વરસાદી વાતાવરણ વચ્ચે અચાનક વીજળી પડી હતી. જેના કારણે વિશ્રામ કુટીરનો ઘુમ્મટ અચાનક તૂટી પડ્યો હતો. ઘટનામાં પથ્થરની કુટિરના ઘુમ્મટના કાટમાળ નીચે 10થી વધુ લોકો દબાયા હતા. જો કે પથ્થરની નીચે દટાયેલા તમામ લોકોનું સ્થાનિકોએ રેસ્ક્યૂ કર્યુ છે. આ ઘટનામાં એકનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, દટાયેલા લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને હાલોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે.
BJP Gujarat Politics: ગુજરાત BJP મહિલા મોરચામાં ધડાકો, TVમાં દેખાતા ચહેરાની બાદબાકી