વડોદરા: દારૂની ખેપ મારતો પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો, લાખોનો દારૂ જપ્ત
જિલ્લાના પાદરા તાલુકાના વડુ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ હરિસિંગ રાઠવાને વાઘોડિયા પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપી લીધો હતો. 1.70 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ પણ જપ્ત કર્યો છે. પોલીસ કર્મચારી દારૂની ખેપ મારતા ઝડપાતા પોલીસ વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો છે. વાઘોડિયા પોલીસ સ્ટેશનનાં તાલીમી પોલીસ અધિકારી જગદીશ બંગરવા સહિતની ટીમ વોચમાં હતી. ત્યારે નર્મદા કેનાસ તવરા ગામ પાસેથી પસાર થતી પીકઅપ ગાડીને અટકાવી હતી.
વડોદરા : જિલ્લાના પાદરા તાલુકાના વડુ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ હરિસિંગ રાઠવાને વાઘોડિયા પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપી લીધો હતો. 1.70 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ પણ જપ્ત કર્યો છે. પોલીસ કર્મચારી દારૂની ખેપ મારતા ઝડપાતા પોલીસ વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો છે. વાઘોડિયા પોલીસ સ્ટેશનનાં તાલીમી પોલીસ અધિકારી જગદીશ બંગરવા સહિતની ટીમ વોચમાં હતી. ત્યારે નર્મદા કેનાસ તવરા ગામ પાસેથી પસાર થતી પીકઅપ ગાડીને અટકાવી હતી.
જેમાં પીકઅપના ડ્રાઇવરની પુછપરછ કરતા દારૂ ઝડપાયો હતો. દારૂની સાથે ઝડપાયેલા વ્યક્તિની પુછપરછ કરવામાં આવતા તે પાદરા તાલુકાના વડુ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે તપાસ કરતા તેનું નામ હરીસિંગ રાઠવા હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા તમામ મુદ્દામાલ જમા લેવામાં આવ્યો હતો. તપાસમાં 1.70 લાખ રૂપિયાનો દારૂ અને ગાડીની અંદાજે કિંમત 1 લાખ રૂપિયા સહિત કુલ 2.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
તમને ખબર પડી? ધરતીકંપથી ધણધણ્યું સૌરાષ્ટ્ર! આ વિસ્તારોમાં ધરતીકંપથી ફફડાટ
ખાખીને કલંકિત કરનારા પોલીસ કોન્સ્ટેબલ પોલીસ સામે સવાલો ઉઠી રહ્યા છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો વાઘિડોયા પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યો હતો. વાઘોડિયા પોલીસે ખેપ મારતા વડુના પોલીસ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ફતેહગંજ પોલીસ સ્ટેશનનો અડધો સ્ટાફ મર્ડર કેસમાં જેલમાં છે. આણંદમાં એક કોન્સ્ટેબલ 50 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. તેવામાં આ ત્રીજો કિસ્સો સામે આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube