રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરા (vadodara) નાં બિલ્ડર પરિવારને મધ્યપ્રદેશમાં અકસ્માત (Accident) નડ્યો છે. રેતી ભરેલી ટ્રક સાથે બિલ્ડરની કાર અથડાઇ હતી, જેથી અકસ્માતમાં બિલ્ડર સહિત ચાર લોકોનાં મોત નિપજ્યા છે. આ તમામ મૃતકો એક જ પરિવારનાં છે. મધ્યપ્રદેશનાં ધાર પાસે વડોદરાથી ઉજ્જૈન જતા સમયે અકસ્માત સર્જાયો હતો. જેમાં બિ્લ્ડર પ્રવીણ પટેલ અને તેમની પત્ની અમિષાબેનનું મોતનું નિપજ્યું છે. બિલ્ડરનાં ભાભી અને સાળીનું પણ અકસ્માતમાં કરૂણ મોત થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાના વડસર અને સમામાંથી બે કારમાં સવાર થઈને 11 લોકો ઓમકારેશ્વર જવા નીકળ્યા હતા. ત્યારે ધાર પાસે આગળની કારને અકસ્માત નડ્યો હતો. આગળની કાર બાયપાસ ફોરલેન પર ઉભેલા ડમ્પરમાં ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં બિલ્ડર વીણ પટેલ અને તેમના પત્ની અમિષા પટેલ, સુમિત્રા પટેલ, વર્ષા ઠાકુરનો સમાવેશ થાય છે. જ્યારે કાર ચલાવી રહેલા દીપક ઠાકુર નામના વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે. ત્યાર બાદ તમામ મૃતદેહોનું ધારની જિલ્લા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ વડોદરાના વડસરમાં રહેતો પરિવાર ઓમકારેશ્વરમાં સ્નાન અને દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યારે તેની કાર ઉભેલા રેતીના ડમ્પરમાં ઘુસી જતા આ દુર્ઘટના બની હતી.


ઉજ્જૈન જવા મન બદલ્યું હતું
તેમના સંબંધી નીરવ ભટ્ટે જણાવ્યું કે, પહેલા તો પ્રવીણભાઈએ મને સરદારપુર-બદનવાર, બડનગર થઈને ઉજ્જૈન જવા કહ્યું હતું. પણ બાદમાં તેમણે આ પ્લાનિંગ બદલ્યું હતું અને તેઓ ઓમકારેશ્વર જવા નીકળ્યા હતા. બસ ત્યાં જ રસ્તામાં અકસ્માત થયો હતો. 


અકસ્માત એટલો ભયંકર હતા કે ડંપરનું પાછળનું બંપર કારમાં આગળ બેઠેલા પ્રવીણભાઇ સુધી પહોંચી ગયું હતું. ડ્રાઇવર તરફના ગેટ લોક થયો હતો, જેથી ગેટ તોડવો પડયો હતો. પ્રવીણભાઇ જે તરફ બેઠા હતા તે એરબેગ ફાટી ગઇ હતી પણ કાર ચાલક તરફની એરબેગ ફાટી ન હતી.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube