આરોપી રાજુ ભટ્ટના કોર્ટે 3 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર, રાજુ ભટ્ટે કોર્ટમાં કહી આ વાત
વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપી રાજુ ભટ્ટને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સાથે જ આરોપીને હવે સાથે રાખી પોલીસ વિવિધ મુદ્દાઓ પર તપાસ કરશે.
રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપી રાજુ ભટ્ટને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સાથે જ આરોપીને હવે સાથે રાખી પોલીસ વિવિધ મુદ્દાઓ પર તપાસ કરશે.
ગોત્રી પોલીસ સ્ટેશનમાં ખાનગી યુનિવર્સિટીમાં વકીલાતનો અભ્યાસ કરતી યુવતીએ સીએ અશોક જૈન અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જે મામલે ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી તપાસ કરી રહી છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપી રાજુ ભટ્ટને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી, પણ કોર્ટે 3 દિવસના રિમાન્ડ જ મંજૂર કર્યા છે.
તપાસ અધિકારીએ રિમાન્ડ મેળવવા 10 મુદ્દા નામદાર કોર્ટ સમક્ષ રજૂ કર્યા, જ્યારે આરોપીના વકીલે રિમાન્ડ ના મળે તે માટે દલીલો કરી, ત્યારે નામદાર કોર્ટે બંનેની દલીલો સાંભળ્યા બાદ 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે આરોપીને પોલીસ દુષ્કર્મના સ્થળે સાથે રાખી તપાસ કરશે, સાથે જ તેના પાસેથી પુરાવાઓ મેળવવાની તજવીજ હાથ ધરશે.
Viral Video: ખરેખર 'રંગીલું' છે રાજકોટ, હોટલના રૂમની બારી ખુલ્લી રહી ગઇ અને ન્યૂડ પાર્ટી થઇ ગઇ વાયરલ
આરોપી રાજુ ભટ્ટના વકીલ જગત દેસાઈએ કોર્ટમાં રજૂઆત કરી, જેમાં આરોપીએ દુષ્કર્મ ના કર્યું હોવાનું કોર્ટ સમક્ષ કહ્યું, સાથે જ આરોપીને સહારાની જમીનના ડીલ વિશે કોઈ જ લેવા દેવા નથી તેમ પણ કોર્ટમાં કહ્યું હતું. આરોપીના વકીલે પોલીસ પર સવાલો ઉઠાવતા કહ્યું કે પોલીસ હજી સુધી સ્પાય કેમેરાનું મેમરી કાર્ડ શોધી શકી નથી, જો મેમરી કાર્ડ રેકોર્ડ પર મૂકે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.
એવી 11 અભિનેત્રીઓ જેમણે પૈસા માટે કર્યા દેહના સોદા, નામ સાંભળશો તો વિશ્વાસ નહી થાય
મહત્વની વાત છે કે આરોપી રાજુ ભટ્ટે પોલીસ સમક્ષ 4 વખત યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું કબૂલ્યું છે, જેથી પોલીસ તમામ સ્થળો પર હવે આરોપીને લઈ જઈ તપાસ કરશે. તેમજ મુખ્ય આરોપી અશોક જૈન હજી સુધી ફરાર છે, ત્યારે તે ક્યારે પકડાશે તે પણ એક મોટો સવાલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube