વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અસામાજીક તત્વોએ દાવેદારી નોંધાવતા દરેક પક્ષોમાં વિમાસણ
28 ફેબ્રુઆરીના રોજ યોજાનારા જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે વડોદરા જિલ્લામાં હાલ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વડોદરા જિલ્લા ઉમેદવારી પસંદગી મેળામાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા કાર્યકરો દ્વારા પણ ટિકિટ મેળવવા માટે દાવેદારી નોંદાવાઇ છે. જેમાં જમીન પચાવી પાડવા અને દારૂ જેવા ધંધામાં જેલમાં જઇ આવેલા ગુનોગારો દ્વારા પણ ટિકિટ માંગવામાં આવતા ભાજપના જ કાર્યકરોએ ગુનેગારોને ટિકિટ નહી આપવા નિરીક્ષકો સામે રજુઆતો કરી હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરા : 28 ફેબ્રુઆરીના રોજ યોજાનારા જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે વડોદરા જિલ્લામાં હાલ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વડોદરા જિલ્લા ઉમેદવારી પસંદગી મેળામાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા કાર્યકરો દ્વારા પણ ટિકિટ મેળવવા માટે દાવેદારી નોંદાવાઇ છે. જેમાં જમીન પચાવી પાડવા અને દારૂ જેવા ધંધામાં જેલમાં જઇ આવેલા ગુનોગારો દ્વારા પણ ટિકિટ માંગવામાં આવતા ભાજપના જ કાર્યકરોએ ગુનેગારોને ટિકિટ નહી આપવા નિરીક્ષકો સામે રજુઆતો કરી હોવાનું જાણવા મળ્યું છે.
લોકશાહીમાં સરપંચનું મહત્વ PM જેટલું, સાંસદને પણ ગામમાં ઘુસતા પહેલા પુછવું પડે છે: પાટીલ
આજે જ્યારે તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રવદન પટેલને પુછવામાં આવ્યું કે, ભુમાફિયા તરીકે પંકાયેલા વ્યક્તિઓ ભાજપમાંથી દાવેદારી કરી રહ્યા છેતો પક્ષનું આ મુદ્દે શું સ્ટેન્ડ છે. આ મુદ્દે ચંદ્રવદન પટેલે કહ્યું કે, તેમનો કેસ જુનો થઇ ચુક્યો છે. અમે તેઓને પક્ષમાં ફરી વાર લઇ લીધા છે. તેઓને શિનોર-2 તાલુકા પંચાયત દાવેદારી કરી છે. વડોદરા જિલ્લાના NRI ની જમીન પચાવી પાડવાના ગુનામાં જેલવાસ ભોગવી ચુકેલા અને જામીન પર મુક્ત થયેલા ભાજપના કાર્યકરે શિનોર તાલુકા પંચાયતમાં શિનોર-2 બેઠક પર ભાજપમાંથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરીને બાયોડેટા સાથે નિરીક્ષક સમક્ષ પોતાની દાવેદારી નોંધાવતા ભારે વિરોધ થયો છે.
પહેલા યુવતીને સરનામું પુછ્યું પછી કહ્યું મારી બાઇક પાછળ બેસીજા તને સ્વર્ગનું સરનામું આપું અને...
ભાયલી ગામના બુટલેગર ટિકિટ માંગતા વિરોધનો વંટોળ શરૂ થઇ ચુક્યો છે. આ ઉપરાંત અન્ય ગુનેગારો સામે પણ કાર્યકરોને પણ તાલુકા અને જિલ્લા પંચાયત માટે ટિકિટ ન આપવા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારે ગુંડા એક્ટ અને લેન્ડગ્રેબિંગ એક્ટના કડક અમલથી રાજ્યને ગુનામુક્ત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં કેવા કેવા ગુનાઓ ધરાવતા તત્વો સક્રિય થઇ ચુક્યા છે. તે શિનોરમાં યોજાયેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન સમગ્ર બાબત સામે આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube