VADODARA: બરોડા ડેરીએ છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં 52.51 લાખનાં ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ શરૂ કર્યો
કોરોનાની જીવલેણ મહામારીમાં વડોદરા જિલ્લા સહકારી ક્ષેત્રે અગ્રેસર બરોડા ડેરી પણ આગળ આવી છે. બરોડા ડેરી દ્વારા છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કર્યો છે. આ ઓક્સિજન પ્લાન્ટ દ્વારા 1000 દર્દીઓને ઓક્સિજન પુરો પાડશે. બરોડા ડેરીએ 52.51 લાખના ખર્ચે મેડિકલ ઓક્સિજન પ્લાન્ટનું આજે ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખ હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લાના ધારાસભ્યો, ડેરીના ડિરેક્ટર્સ, કલેક્ટર, ડીડીઓ અને સ્થાનિક આગેવાનો પણ હાજર રહ્યા હતા.
વડોદરા : કોરોનાની જીવલેણ મહામારીમાં વડોદરા જિલ્લા સહકારી ક્ષેત્રે અગ્રેસર બરોડા ડેરી પણ આગળ આવી છે. બરોડા ડેરી દ્વારા છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કર્યો છે. આ ઓક્સિજન પ્લાન્ટ દ્વારા 1000 દર્દીઓને ઓક્સિજન પુરો પાડશે. બરોડા ડેરીએ 52.51 લાખના ખર્ચે મેડિકલ ઓક્સિજન પ્લાન્ટનું આજે ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખ હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લાના ધારાસભ્યો, ડેરીના ડિરેક્ટર્સ, કલેક્ટર, ડીડીઓ અને સ્થાનિક આગેવાનો પણ હાજર રહ્યા હતા.
બરોડા ડેરીના ઉપપ્રમુખ જી.બી સોલંકીએ જણાવ્યું કે, બરોડા ડેરી વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પથરાયેલી સૌથી મોટી સહકારી સંસ્થા છે. કોરોનાની ચાલી રહેલી મહામારીમાં બરોડા ડેરી દ્વારા છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કર્યો છે. આ ઓક્સિજન પ્લાન્ટની સાથે સાથે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં એમ્બ્યુલન્સ સેવા પણ નાગરિકોનાં બહોળા હિતને ધ્યાને રાખી શરૂ કરવામાં આવી છે. ત્રીજા વેવને ધ્યાને રાખીને અમે અન્ય પણ આનુશાંગીક કામગીરી કરી રહ્યા છીએ.
બરોડા ડેરી વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પથરાયેલી સૌથી મોટી સહકારી સંસ્થા છે. જેમાં 1200 જેટલી દુધ મંડળીઓનો સમાવેશ થાય છે. 2 લાખ જેટલા ડેરી દૂધ ઉત્પાદકો અને બરોડા ડેરીના કર્મચારીઓને સલામત રાખવા બરોડા ડેરી મેનેજમેન્ટ દ્વારા સતત પ્રયત્નશિલ છીએ. બરોડા ડેરી સેનિટાઇઝર, માસ્ક સહિતની આનુષાંગીક કામગીરી કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube