Vadodara News : લોકસભાની ચૂંટણી બાદથી ગુજરાત ભાજપમાં આંતરિક ડખા બહાર આવી રહ્યાં છે. હાલ વડોદરા ભાજપમાં ઘમાસાણ મચ્યું છે. વડોદરામાં શહેર ભાજપમાં ફરીથી મોટો ભડકો થયો છે. સરકારી ફાઇલોની તપાસ મામલે ભાજપમાં આંતરિક વિવાદ વધ્યો હતો. ભાજપનાં ધારાસભ્ય અને શહેર પ્રમુખ સામસામે આવી ગયા હતા. યોગેશ પટેલ અને ડૉ.વિજય શાહ વચ્ચે જાહેરમાં વાકયુદ્ધ થયું. ડો.વિજય શાહે કહ્યું કે, યોગેશ પટેલ અન્ય પ્રશ્નોની પણ આગેવાની લે. તો ધારાસભ્ય યોગેશ પટેલે વળતો જવાબ આપ્યો કે, હું આગેવાની લઈશ તો ઘણાને માઠું લાગશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે વડોદરાના માંજલપુરના MLA યોગેશ પટેલે કલેક્ટરને એક પત્ર લખ્યો છે અને વડોદરાની પ્રીમિયમવાળી જમીનના હુકમોમાં ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ યોગેશ પટેલે છેલ્લા 3 વર્ષના અધિકારીઓ દ્વારા થયેલા જમીનના હુકમો ચકાસવા માંગ કરે છે. તો યોગેશ પટેલની આ માગ બાદ ભાજપ શહેર પ્રમુખ વિજય શાહે નિવેદન આપ્યું કે શહેરમાં બીજા પણ સળગતા પ્રશ્નો છે, જેથી યોગેશ પટેલે આવા પ્રશ્નોની પણ આગેવાની લેવી જોઈએ. તો બીજી તરફ વિજય શાહના કટાક્ષનો જવાબ આપતા યોગેશ પટેલે કહ્યું કે મારી પાસે તો ખજાનો છે. હું આ બધા પ્રશ્નોના જવાબ માંગીશ તો ઘણા લોકોને માઠું લાગી જશે. 


સુરતમાં પરિવારના ચાર લોકોના મોતનું રહસ્ય : ફૂડ પોઈઝનિંગ, આત્મહત્યા કે ગેસ ગીઝર કારણ?


MLA યોગેશ પટેલનાં પત્ર મામલે શહેર પ્રમુખની ટિપ્પણી આવતા ભાજપનાં બંને નેતાઓ વચ્ચે વિવાદથી રાજકારણ ગરમાયું છે. વડોદરાના MLA યોગેશ પટેલ દ્વારા જમીન ચકાસણી કરવાની માંગ કરાઈ હતી. જમીન ચકાસણી મામલે યોગેશ પટેલ મેદાનમાં આવ્યા છે. તેમણે ચકાસણી માટે ઓપન હાઉસ કરવા પણ માંગ કરી છે. તેમણે ઓપન હાઉસ કરીને યોગ્ય ન્યાય કરવા ભલામણ કરી છે. યોગેશ પટેલની માંગ અંગે કલેક્ટર બીજલ શાહે જવાબ આપતા કહ્યું કે, મહેસુલની 3 વર્ષની તમામ કામગીરી ચકાસણી કરીશું. એક સાથે 3 વર્ષની કામગીરી ચકાસવી મુશ્કેલ છે. પહેલાં પ્રથમ ફેસમાં ચકાસણી કરીશું. જ્યાં ગંભીર ક્ષતિ જણાશે ત્યાં તપાસ કરવામાં આવશે. 


સિક્કીમમાં વાદળ ફાટતા ગુજરાતનો રાણા પરિવાર ફસાયો, બે દિવસથી કોઈ સંપર્ક નથી