Vadodara News : વડોદરામાં ભાજપના મહિલા કાર્યકરે જિલ્લા ભાજપ પ્રમુખ સામે મોરચો માંડ્યો. મહિલા કાર્યકર્તા ભારતી ભાણવડિયાએ જિલ્લા ભાજપ પ્રમુખ વિરુદ્ધ બળાપો ઠાલવ્યો. તેમણે કહ્યું કે લોકોને પરેશાન કરીને હજી પેટ ભરાયું નથી. તમે કહો છો કે મારી પર ગોડમધરના આશીર્વાદ છે, તો તમે દિલ્લીમાં PM અથવા ગુજરાતમાં CM બની જાઓ, પણ વડોદરા જિલ્લાને તમારા આતંકમાંથી મુક્ત કરો. સતીશ પટેલને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રિપિટ ન કરવા વિનંતી કરી. મોટા પાયે ભ્રષ્ટાચાર કરી શુગર ફેક્ટરીને પણ ડુબાડી દીધી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા ભાજપમાં આંતરિક કકળાટ શમી નથી રહ્યો. એક પછી એક વિવાદ વકરી રહ્યો છે. તાજેતરમાં જ કમુરતામાં શરૂ કરાયેલા કમલમને પણ વિવાદ લાગ્યો હતો. ત્યારે હવે ભાજપના મહિલા કાર્યકરે જિલ્લા ભાજપ પ્રમુખ વિરોધ મોરચો માંડ્યો છે. જિલ્લા ભાજપના પૂર્વ પ્રભારી અને અગ્રણી મહિલા કાર્યકરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. ભારતી ભાણવડિયાએ જિલ્લા ભાજપ પ્રમુખ વિરુદ્ધ બળાપો ઠાલવ્યો. મહિલા કાર્યકરે કહ્યું કે, જો તમને ગોડફાધરના આશીર્વાદ હોય તો પ્રદેશ અને કેન્દ્રમાં કામ કરો. વડોદરાને તમારા આતંકથી મુક્ત કરો. લોકોને હેરાન પરેશાન કરીને શું હજી તમારું પેટ ભરાયું નથી? 


ગુજરાતના હવામાનમાં મોટી આફત આવશે, IMD નું મોટું એલર્ટ : ભારે વરસાદ સાથે કરા પડશે


આ સાથે જ મહિલા કાર્યકરે સતીશ પટેલને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રિપિટ ન કરવા વિનંતી કરી છે. મહિલા કાર્યકરે ભાજપ પ્રમુખ દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર કરી શુગર ફેક્ટરીને પણ ડુબાડી દેવાનો આરોપ મૂક્યો છે. આમ, ભાજપના મહિલા કાર્યકરની વીડિયો પોસ્ટે વડોદરાના રાજકીય મોરચે હડકંપ મચાવી દીધો છે. 



વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલે ભારતી ભાણવડિયાના તમામ આક્ષેપનું ખંડન કર્યું. તેમણે મહિલા કાર્યકરને જવાબ આપતા કહ્યું કે, બેનને બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્કમાં ડિરેક્ટર બનવું હતું. બેંક પ્રમુખની ઓફિસમાં સતત આખો દિવસ બેસી રહેતા અમે વિરોધ નોંધાવ્યો હતો. મને બદનામ કરવા માટે અને ખોટી રીતે આક્ષેપ કરીને કાવતરું કર્યું છે. ટૂંક સમયમાં વકીલ દ્વારા નોટિસ આપીને હું આ મામલે ખુલાસો માંગીશ. વડોદરા સુગરમાં એક રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યો હોય તો જાહેરના રાજીનામું આપી દઈશ. મેં એક રૂપિયાનો સુગર ફેક્ટરીમાં ભ્રષ્ટાચાર કર્યો નથી. બેનને સહકારી આગેવાન બનવું છે સંગઠનમાં હોદ્દા જોઈએ છે. તેઓ ભાજપમાં પ્રાથમિક સભ્ય કે સક્રિય સભ્ય પણ નથી. ભૂતકાળમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વિરુદ્ધ પણ તેમણે વીડિયો જાહેર કર્યો હતો. વારંવાર વિડીયો મૂકીને લોકોને બદનામ કરતા હોય છે. 


સતીષ પટેલે આગળ કહ્યું કે, બેંકના ચેરમેન અતુલભાઇના કહેવાથી મેં આ બેનને વાઘોડિયાના પ્રભારી બનાવ્યા હતા. પરંતું તેઓ પ્રાથમિક કે સક્રિય સભ્ય નહીં હોવાની જાણ થતા મેં તેમનું વાઘોડિયાના પ્રભારી તરીકે રાજીનામું લઇ લીધું હતું. તેઓએ ભૂતકાળમાં દિનુમામા, જે બી સોલંકી અને મારા ઉપર આક્ષેપો કર્યા હતા. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિત નેતાઓ ઉપર ભૂતકાળમાં આક્ષેપો કર્યા હતા. બેન આક્ષેપો કરે છે તેમાં મારા ગોડ મધર કોણ છે તે મને ખબર નથી. વકીલને પૂછ્યા બાદ આગળ વધીશું. કોઈક રાજકીય લોકોને હું આગળ વધુ તે પસંદ ના હોય  તે લોકો એ કરાવ્યું હોય તેવી પ્રતિક્રીયા આપી. 


બોરવેલમાં પડેલી યુવતીનો જીવ બચાવવા જંગ, 60 ફૂટે લાવીને અચાનક સાધનો છટકી ગયા અને ફરી