રવિ અગ્રવાલ, વડોદરાઃ પોતાના નિવેદનનો કારણે સતત વિવાદોમાં રહેતા વડોદરાના વાઘોડિયાથી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ (MLA Madhu Srivastava) ફરી એકવાર વિવાદમાં આવી ગયા છે. આ વખતે પણ તેમની જીભ લપસી છે. સયાજીપુરા જિલ્લા પંતાયત ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આ ભાજપના બોલકા નેતાએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, દેશ આઝાદ છે તો આપણે પણ આઝાદ છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ, કલેક્ટર મારા ખિસ્સામાંઃ મધુ શ્રીવાસ્તવ
હાલમાં મધુ શ્રીવાસ્તવ પોતાના પુત્ર-પુત્રીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ અપાવવાના મુદ્દે વિવાદમાં આવ્યા હતા. હજુ આ વિવાદ શાંત થયો તો તેમણે વધુ એક નિવેદન આપી દીધુ છે. આજે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગમાં મધુ શ્રીવાસ્તવ પહોંચ્યા હતા. ત્યાં તેમણે કહ્યું કે, પોલીસ તંત્ર અને કલેક્ટર મારા ખિસ્સામાં લઈને ફરુ છું. કોઈની તાકાત નથી કે મારી કોલર પકડી બતાવે. તેમણે કહ્યું કે, દેશ આઝાદ છે અને આપણે પણ આઝાદ છીએ. 


આ પણ વાંચોઃ Vadodara: MS યુનિવર્સિટીમાં સિન્ડિકેટની તમામ બેઠકો બિનહરીફ જાહેર


વિવાદો સાથે રહ્યો છે જૂનો નાતો
વડોદરાની વાઘોડિયા સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો ઈતિહાસ વિવાદિત રહ્યો છે. તેઓ હંમેશા કોઈને કોઈ મુદ્દે ચર્ચામાં રહે છે. અનેક વખત વિવાદિત નિવેદન આપી ચુક્યા છે. થોડા દિવસ પહેલા પોતાના પુત્ર-પુત્રીને ચૂંટણીમાં ટિકિટ અપાવવાના મુદ્દે વિવાદમાં આવી ગયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube