Vadodara News : વડોદરાના હરણી તળાવમાં બોટ દુર્ઘટનામાં 14 લોકોનાં કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. પાણીગેટ વિસ્તારમાં આવેલી સનરાઈઝ સ્કૂલના બાળકો અને શિક્ષકો હરણી તળાવના એડવેન્ચર પાર્કમાં પિકનિક પર ગયા હતા. જ્યાં બાળકોની બોટ ઊંધી પડી જતા આ બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકોનાં મોત નિપજ્યા છે. ત્યારે મોતને ભેટનાર બાળકો અને શિક્ષિકાઓને ઘરમાં માતમ છવાયો છે. ત્યારે મૃતક બાળકી સકીનાનો પોતાના મિત્રા સાથેનો છેલ્લો વીડિયો સામે આવ્યો છે. સકીનાએ પિકનિક પર જતા પહેલા આ વીડિયો બનાવ્યો હતો. આ જોઈ સકીનાના કાકાએ કહ્યું. પરિવારે દીકરી ગુમાવી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શૌકત પરિવારની બે દીકરી ભોગ બની 
વડોદરામાં હરણી તળાવ બોટ દુર્ધટના અનેક પરિવારોમાં માતમ છવાયો છે. આ બોટ દુર્ઘટનામાં શૌકત પરિવારની બે દીકરીઓ ભોગ બની છે. શૌકત પરિવારની બે દીકરીઓ શકીના શૌકત અને સૂફિયા શૌકત પિકનિક પર ગઈ હતી. જ્યાં બોટ પલટી જતા 9 વર્ષની શકીના શૌકતનું મોત થયું છે. તો 13 વર્ષની સૂફિયાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શૌકત પરિવારમાં 2 બહેનો અને એક ભાઈ હતા. દુર્ઘટનામાં દીકરીના મોતથી પરિવાર શોકમગ્ન બન્યો છે. 


બોટકાંડની પહેલી ભૂલ શાળાની છે! બાળકોને પ્રવાસમાં મોકલો તો આ સ્કૂલને આ સવાલો જરૂર કરો


તો બીજી તરફ, હરણીના મોટનાથ તળાવમાં મૃત્યુ પામેલી દીકરીનો જનાજો નીકળ્યો હતો. દીકરીનો જનાતો યાકુતપુરા ગબરૂ પહેલવાનના ખાંચામાંથી નીકળ્યો હતો. યાકુતપુરા મુસ્લિમ પંચના કબ્રસ્તાનમાં દફનવિધિ કરાઈ. 


 


સરકાર કોઈને નહિ છોડે, પણ મોરબીકાંડની જેમ બોટકાંડના આરોપીનું નામ પણ ફરિયાદમાંથી ગાયબ


વડોદરા બોટકાંડમાં સૌથી મોટી ભૂલ : સેવ ઉસળવાળાના ભરોસે છોડી દીધી પાર્કની બોટ