હાર્દિક દિક્ષિત, વડોદરા: ગુજરાત (Gujarat) માં દારૂબંદી (Prohibition) છે ત્યારે દારૂનો ગેરકાયદે વેપલો કરતા બુટલેગરો પોલીસની નજરથી બચવા અવનવા કિમીયા અપનાવી રહ્યા છે. વડોદરા (Vadodara) શહેરમાં પણ કંઈક એવું બન્યું કે સ્મશાનમાં દારૂનો જથ્થો છુપાડેલો હોવાની માહિતીના આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા રેડ (Raid) માં હાજર તમામ સ્ટાફના માણસો આશ્ચર્યમાં મુકાયા હતા.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona કાળમાં પણ આ વ્યવસાય કરતા લોકોના રહ્યા 'અચ્છે દિન', કરાવી ભરપૂર કમાણી


પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મકરપુરા (Makarpura) પોલીસ સ્ટેશન (Police Station) ના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે તેમની હદ વિસ્તારમાં દિપક સોનાર નામનો બુટલેગર સ્મશાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને દારૂનો ગેરકાયદે વ્યવસાય કરે છે. જેના આધારે માણેજા રાજ નગર રેલવે (Railway) ફાટક પાસે આવેલા સ્મશાન (Cemetery) માં જઈ પોલીસે સ્મશાનની બાજુમાં આવેલી જમીનમાં ખાડો ખોદી તપાસ કરતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા.

Vadodara Hit and Run Case: 24 કલાકથી ફરાર આરોપી ઝડપાયો, પોલીસ કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપ


પોલીસે જમીનમાં ખાડો ખોદતા તેમાંથી શંકાસ્પદ પ્લાસ્ટિકનું ડ્રમ મળી આવ્યું હતું. ડ્રમમાં તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. મહત્વનું છે કે ગુનેગાર ભલે ગમે એટલો હોશિયાર હોય પરંતુ પોલીસની બાજ નજારથી બચી શકતો નથી. ત્યારે સ્મશાનમાં જઈ પોલીસે કરેલી રેડ (Raid) ના કારણે બુટલેગરો (Bootleggers) માં ફફડાટ ફેલાયો છે.

Ahmedabad માં શરૂ થઇ વધુ બે અદ્યતન સ્માર્ટ સ્કૂલો, ખાનગી સ્કૂલોને આપશે ટક્કર


ત્યારે મકરપુરા પોલીસે (Makarpura Police) એક લાખ રૂપિયા ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપેલા બુટલેગર દિપક સોનાર અને વોન્ટેડ સુરેશ ઉર્ફે કાણીયો થાપા સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.


થોડા દિવસ અગાઉ પાણી ગેટ પોલીસે વાઘોડિયા રોડ પરથી પસાર થતા કોન્ક્રીટ મિક્સર મશીન માંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તાજેતર માજ રાજ્ય સરકાર (State Government) દ્વારા ગુજરાત (Gujarat) ને નશા મુક્ત બનાવવા માટે કડક કાયદો અમલમાં મુક્યો છે. ત્યારે ડ્રાય સ્ટેટ (Dry State) કહેવાતા ગુજરાતમાં નશાનો કારોબાર બંધ થશે કે કેમ એ સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube