રવિ અગ્રવાલ/ વડોદરા: હવાલાકાંડ અને ધર્માંતરણના મામલે અનેક ખુલાસો થઈ રહ્યા છે. ત્યારે આરોપી સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમના રીમાંડ દરમિયાન અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. મ્યાનમારથી બાંગ્લાદેશ થઈ પશ્ચિમ બંગાળમાં ઘુસેલા રોહિંગ્યા મુસ્લિમોને સલાઉદ્દીન અને ઉમર ગૌતમે મદદ કરી હોવાનો સૌથી મોટો ખુલાસો થયો છે. મજલિસ એ અલફલાહ ટ્રસ્ટના અબ્દુલ્લાહ ફેકડાવાલાનું પણ રોહિંગયા કનેકશન નીકળ્યું છે. સલાઉદ્દીને યુ.કેના અબ્દુલ્લાહ ફેકડાવાલાના કહેવાથી પશ્ચિમ બંગાળના રોહિંગયાને ફંડ આપ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અબ્દુલ્લા ફેંફડાવાલા પશ્ચિમ બંગાળના મૌલાનાની મદદથી રોંહિગ્યા મુસ્લિમોને મળ્યા બાદ બાંગ્લાદેશ ખાતે પણ તેમને મળવા પહોંચી ગયો હોવાની હકીકત SITની તપાસમાં બહાર આવી છે. રોહિંગ્યા મુસ્લિમોને મળવા પાછળનો અબ્દુલ્લાહ ફેંફડાવાલાનો ઈરાદો શું હતો? તેને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે.


દિવાળીના દિવસોમાં બદલાશે સુરતની 'સુરત' 70 કરોડ રૂપિયા ભાડું ભરીને આખા શહેરમાં કરાશે રોશની!


એસ.આઈ.ટીની તપાસમાં અબ્દુલ્લાહ બંગાળના મૌલાનાના મદદથી રોહિંગ્યા મુસ્લિમોને બંગાળ અને બાંગ્લાદેશમાં મળ્યા હતા. અને રાજસ્થાનના બાડમેર ખાતે સલાઉદ્દીને અબ્દુલ મજિદ અને અબ્રારને હવાલાથી રૂપિયા મોકલ્યા હતા. સલાઉદ્દીનએ દેવભૂમિ દ્વારકા અને સલાયાના અસગર સનધારને 10 હોડીઓ પણ આપી હોવાનો ખુલાસો થયો છે. 80 કરોડથી વધુના હવાલા કૌભાંડને કારણે એસ.આઈ.ટી એ સલાઉદ્દીન શેખ અને મૌલાના ઉંમર ગૌતમની ધરપકડ કરી છે.


આવતીકાલે બંને ના 4 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં એસ.આઈ.ટીની ટીમ બંનેને લખનઉ જેલમાં મુકવા જશે, કેમકે યુ.પી એટીએસએ બંને આરોપી વિરુદ્ધ ધર્માંતરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.


70900000000 રૂપિયા = IPLની એક ટીમ, જાણો આટલા રૂપિયામાં તો દેશમાં શું શું થઈ શકે છે


આ વિશે જાણવા મળ્યું છે કે, વડોદરાની આફમી ચેરીટેબલ તથા મુસ્લિમ મેડિકલ સેન્ટરના ટ્રસ્ટી સલાઉદ્દીન જૈનુદ્દીન શેખ (રહે. કૉષ્ણદીપ એપાર્ટમેન્ટ ફતેગંજ) તથા દિલ્હીના ઈસ્લામીક દાવા સેન્ટરના મૌલાના ઉમર ગૌતમની રૂપિયા 80 કરોડથી વધુના હવાલા કૌભાંડમાં એસઆઈટી દ્વારા ઘરપકડ કરાઈ છે. હાલ બન્ને આરોપી વધુ ચાર દિવસના રિમાન્ડ પર છે. પોલીસ તપાસમાં રાજસ્તાનના બાડમેર ખાતે પણ સલાલાઉદ્દીન અબ્દુલ મજીદ અને અબરારને હવાલાથી રૂપિયા મોકલ્યા હોવાનું બહાર આવ્યું હતું. મસ્જિદો બનાવવા કરોડો રૂપિયાનું ફંડ પણ આપ્યું હોવાની કબૂલાત સલાઉદ્દીને પોલીસ સમક્ષ કરી છે.


આ ઉપરાંત સલાલાઉદ્દીને યુકેના અબ્દુલ્લાહ ફેંફડાવાલાના કહેવાથી પશ્ચિમ બંગાળમાં રોહિગ્યા મુસ્લિમોને ફંડ આપ્યું હતું. પરંતુકેટલા રૂપિયા આપ્યા છે? તેની સાચી હકીકત જાણવા મળતી નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube