રવિ અગ્રવાલ/વડોદરા :સ્કુલ બસ કે સ્કુલ વાન ચાલક વિદ્યાર્થીઓને ઢોરની જેમ વાહનમાં ભરે છે. હજી એક દિવસ પહેલા જ અમદાવાદમાં ઢોરોની જેમ 22 વિદ્યાર્થીઓને બેસાડીને લઈ જનાર વાનમાંથી ત્રણ વિદ્યાર્થીઓ નીચે પડ્યા હતા. ત્યારે વડોદરામાં સિટી બસના સંચાલકે વિદ્યાર્થીઓ માટે બસ સેવા શરૂ કરી રાજ્યમાં પ્રથમવાર એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. જેના કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા પણ નહિ જોખમાય. ત્યારે જોઈએ કેવી છે આ બસની સર્વિસ.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ : જે વાનમાંથી 3 બાળકો નીચે પટકાયા હતા, તેના ડ્રાઈવરની ધરપકડ કરાઈ


અમદાવાદમાં સ્કુલ વાનમાંથી ત્રણ વિદ્યાર્થીઓ પડી જતાં તેઓને ગંભીર ઈજા પહોંચી હતી. તેમજ અવારનવાર સ્કુલ વાન કે સ્કુલ રીક્ષાના અકસ્માતના બનાવો સામે આવે છે. જેના પગલે વડોદરાના વિનાયક સિટી બસ સેવાના સંચાલકે સ્કુલના વિદ્યાર્થીઓ માટે નજીવા દરે બસ સેવા શરૂ કરી છે. જેમાં રાજ્યમાં પ્રથમવાર સલાટવાડા વિસ્તારમાં આવેલી મરાઠી માધ્યમની એમ.સી. હાઈસ્કુલના 35 વિદ્યાર્થીઓ માટે બસ સર્વિસ શરૂ કરી છે. આ બસ સર્વિસ અકોટાથી સલાટવાડા સુધીની છે. જેમાં વિદ્યાર્થીઓને જ બેસવા માટે સીટ હશે, તેમજ વિદ્યાર્થીઓને દર મહિને પાસ લેવાનો રહેશે તેવું વિનાયક બસ સેવાના મેનેજર નરેન્દ્રસિંહ રાણાએ કહ્યું. 


ભારે વરસાદે ઉત્તર ગુજરાતને ધમરોળ્યું, હિંમતનગરમાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો



સિટી બસ સ્કુલના ભાડા અને ખાનગી બસ કે સ્કુલવાન વચ્ચેના ભાડાના તફાવતની વાત કરીએ તો....


  • વિનાયક બસમાં દર માસે 135 થી 265 રૂપિયા સુધી ભાડુ રહેશે, જ્યારે કે ખાનગી સ્કુલ વાનનું ભાડું 500 થી 700 રૂપિયા હોય છે. તેમજ સ્કૂલ બસનું 1000 થી 1200 ભાડુ હોય છે. 

  • સિટી બસમાં દિવાલી બસનો પાસ નહિ કઢાવવો પડે. દર મહિને પાસના રૂપિયા ભરવા પડશે. જ્યારે ખાનગી સ્કુલ વાનમાં એકસાથે 12 માસના રૂપિયા ભરવા પડે છે.  

  • સિટી બસમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે વીમો પણ રહેશે.

  • સાથે જ ફાયર સેફ્ટીના સાધનો અને બસ જીપીએસ સિસ્ટમથી સજજ છે.

  • 35 સીટની જગ્યામાં 35 વિદ્યાર્થીઓને જ બેસાડાશે.


અમદાવાદ બન્યું ગાબડાબાદ : પહેલા વરસાદમાં જ AMCના પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા પોકળ નીકળ્યા


એમ. સી. હાઈસ્કુલના સંચાલકોએ પ્રથમવાર વડોદરામાં પોતાના વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સિટી બસ સેવાની સુવિધા શરૂ કરી છે. જેમાં 35 થી વધુ વિદ્યાર્થીઓ મુસાફરી કરે છે. આ વિશે એમસી હાઈસ્કૂલના પ્રિન્સીપાલ અતુલ ચૌધરી કહે છે કે, વિદ્યાર્થીઓ 135 થી 265 રૂપિયા પાસ માટે ચૂકવે છે. અમે દરેક સ્કુલ સંચાલકોને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે આ જ પ્રકારે સિટી બસની સુવિધા લેવા અપીલ કરી છે. તો સિટી બસમાં મુસાફરી કરતી વિદ્યાર્થીની પોતે સુરક્ષિત મહેસુસ કરી રહી હોવાનુ કહે છે. 


અમરેલી :  લૂંટના ઈરાદે ખૂની ખેલ ખેલી અંધારામાં ઓઝલ થતી 9 લોકોની ગેંગ પકડાઈ


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :