સોશિયલ મીડિયામાં શું તમે નોકરી શોધી રહ્યા છો? તો ચેતી જજો, વડોદરાનો આ કિસ્સો ઉડાવી દેશે તમારી ઉંઘ
આજકાલ નોકરીથી વંચિત લોકો પોતે આર્થિક સદ્ધર થવા તેમજ પેટિયું રળવા જાતજાતના રસ્તા અજમાવતા હોય છે. તેમાં પણ જો એક વાર સોશિયલ મીડિયામાં કામ મેળવવા એક ડોકિયું કર્યું તો પછી સમજો થઈ ગયું તમારું કલ્યાણ.
હાર્દિક દીક્ષિત/વડોદરા: જો તમે બેરોજગાર છો ને સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ કામની તલાશ કરી રહ્યા છો તો ચેતી જજો કારણે કે વડોદરા શહેર સાઇબર ક્રાઇમ દ્વારા નાગરિકોને રોજગારીના નામે છેતરતી એક ચાલક ટોળકીની કરતૂતનો પર્દાફાશ કર્યો છે. આજકાલ નોકરીથી વંચિત લોકો પોતે આર્થિક સદ્ધર થવા તેમજ પેટિયું રળવા જાતજાતના રસ્તા અજમાવતા હોય છે. તેમાં પણ જો એક વાર સોશિયલ મીડિયામાં કામ મેળવવા એક ડોકિયું કર્યું તો પછી સમજો થઈ ગયું તમારું કલ્યાણ.
રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં હવે કોણ બની શકશે કુલપતિ, હવે આ પ્રક્રિયાથી થશે પસંદગી
સતત સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેતા નાગરિકોની દરેક હિલચાલ પર બાજ નજર રાખીને બેઠેલા સાઇબર માફીયાઓ લોકોને લુંટવાનો એક પણ મોકો ચૂકવા નથી માંગતા. તમારી એક ખોટી ક્લિક તમને એવી બીક બતાવશે કે તમે સોશિયલ મીડિયાથી સન્યાસ લેવા મજબૂર થઈ જશો. જી હા...નાગરિકોને ઊંચી આવક અપાવવાની લાલચ આપી લુંટી લેવાનો કારસો રચનારા કેલાક સાઇબરના સેતાનો વડોદરા શહેર પોલીસના હાથે ઝડપાયા છે.
રાજૌરીમાં સેનાની આતંકવાદીઓ સાથે અથડામણ : 5 જવાનો શહીદ, ઈન્ટરનેટ બંધ
વડોદરા સાઇબર ક્રાઇમ ના હાથે ઝડપાયેલી આ સાબર માફીયાઓ ની ટોળકી અંગે વાત કરવામાં આવે તો ભેજાબાજો દ્વારા નોકરી અથવા વ્યવસાય વાંછુક નાગરિકો ને પોતાનો શિકાર બનાવવામાં આવતા હતા.આ ટોળકી ના સભ્યો દ્વારા ભાડા ની ઓફીસ રાખી વિવિધ બોગસ કંપનીઓ ખોલવામાં આવતી હતી. ત્યાર બાદ નિર્દોષ નાગરિકોને આ બોગસ કંપનીના માલિક બનાવી દેવામાં આવતા અને ઉચા વળતર અપાવવાના સપના બતાવવામાં આવતા.ત્યાર બાદ બોગસ કંપની ના નામે બેન્કો માં જુદાજુદા કરંટ એકાઉન્ટ ખોલાવી નાગરિકો પાસેથી લુંટેલા પૈસા તેમના આકાઓને પહોંચાડવામાં આવતા હતા.
ગુજરાતમાં કેમ ટપોટપ બંધ થઈ રહી છે કોલેજો, જાણો શિક્ષણ વિભાગમાં શું રંધાઈ રહ્યું છે?
પોલીસે ઝડપેલા આ ભેજાબાજો દ્વારા નાગરિકો ને પેહલા તો પૈસા કમાવવા ની વિવિધ લાલચો આપવામાં આવતી.બાદમાં shopfy નામની જાણીતી કંપની માં રોજ એક થી બે કલાક પાર્ટ ટાઈમ કામ કરી રોજ ના રૂ 800 થી રૂ 15000 રૂપિયા તેમજ ફૂલ ટાઈમ ત્રણ થી ચાર કલાક કામ કરી રૂ 2000 થી લગાવી 3000 કમાવા ની લાલચ આપવામાં આવતી. ત્યાર બાદ જો કોઈ નાગરિક કામ કરવા માટે તૈયારી દર્શાવે તો તેને વોટ્સેપ ના માધ્યમ થી shopfy કંપની માં મર્ચન્ટ ના પ્રોડક્ટ સેલ્સ તેમજ ઇમ્પ્રુવ માટે સર્વે નું કામ છે તેમ જણાવી એક લિંક મોકલવામાં આવતી.આ લીંક પર ક્લિક કર્યા બાદ નોકરી વાંછુક વ્યક્તિ ને ટેલીગ્રામ ગ્રુપ માં સભ્ય બનાવી દેવામાં આવતા.
આ શખ્સ 70 રૂપિયામાં ડુપ્લીકેટ આઇકાર્ડ બનાવી આપતો, પરંતુ IPLની એક મેચે ખોલ્યું રહસ્ય!
ટેલીગ્રામ ગ્રુપ માં સભ્ય બન્યા બાદ વિવિધ ટાસ્ક આપવામાં આવતા અને જો આ ટાસ્ક કમ્પ્લીટ કર્યા બાદ મોટી રકમ કમાવવી હોય તો ટાસ્ક માં ભાગ લેવા માટે રૂ 5000 ભરાવવા માં આવતા,કોઈ ને શંકા ન જાય તેના માટે ભેજાબાજો દ્વારા રૂ 5000 હજાર સામે રૂ 6147 પણ આવક પેટે ચૂકવવામાં આવતા હતા ત્યાર બાદ વધુ રૂપિયા કમાવવા VIP ટાસ્ક ના નામે મોટી રકમ નું રોકાણ કરવા જણાવવામાં આવતું હતું. આજ પ્રમાણે લાખો રૂપિયા કમાવી આપવાની લાલચ આપી વિવિધ ટાસ્ક ના બહાને વડોદરા ના એક ફરિયાદી પાસેથી સાઇબર માફીયાઓ દ્વારા ટુકડે ટુકડે રૂ 5 લાખ 70 હજાર 447 રૂપિયા જેવી મોટી રકમ પડાવી લેવામાં આવી હતી.અને ત્યાર બાદ રોકાણ કરનાર નાગરિક સાથે સંપર્ક તોડી નાખવામાં આવ્યો હતો.જેથી સમગ્ર મામલો સાઇબર ક્રાઇમ પોલીસ મથકે પોહોચ્યો હતો.
માતા-પિતાએ 25 વર્ષની દીકરીના લગ્ન 55 વર્ષના ઢગા સાથે કરાવ્યા લગ્ન, કારણ હતું આવું...
સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ ના આધારે જીણવટ ભરી તપાસ હાથ ધરતા પોલીસ ના હાથે ચાર ભેજાબાજો ઝડપાઈ ગયા હતા.તમને જાણી ને નવાઇ લાગશે કે પોલીસે દબોચેલી આ ઠગ ટોળકી માં ધોરણ 9 પાસ થી લગાવી ગ્રેજ્યુએટ થયેલા સભ્યો સામેલ છે કે જે સોશિયલ મીડિયા પર નજર રાખી રોજે રોજ નવા શિકાર ની શોધ કરતા, પોલીસ દ્વારા આ નેટવર્ક માં સામેલ રાજસ્થાન ના આશિષ દીપક ભાઈ ધાકરે કે CTM અમદાવાદ નો વતની છે અને ધોરણ 12 પાસ છે, મહારાષ્ટ્ર ના ગોવિંદ જયસિંહ નેમાને કે જે નિકોલ અમદાવાદ નો વતની છે અને ગ્રેજ્યુએટ છે. વિજય પરસોત્તમભાઈ હોતવાણી કે જે કુબેર નગર,અમદાવાદ નો વતની છે અને ધોરણ 9 પાસ છે, તેમજ કુમાર જીતેન્દ્રપાલ પ્રજાપતી કે જે અમરાઈવાડી અમદાવાદનો વતની છે.
પિતાને અમર બનાવવા પુત્રોએ ક્ષણભરનો વિચાર કર્યા વિના ભેગા થયા અને લીધો મોટો નિર્ણય
ઉપરોક્ત આ ચાર ઈસમો ની ધરપકડ કરવામાં આવી છે.પોલીસ દ્વારા આ ચારેય ભેજાબાજો પાસેથી 76 સીમકાર્ડ, 9 મોબાઈલ તેમજ 1 લેપટોપ કબ્જે કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે આ ટોળકી દ્વારા બોગસ કંપનીઓ બનાવી નાગરિકો ને છેતરવાનું મસમોટું નેટવર્ક ચલાવવામાં આવતું હતું ત્યારે આ ટોળકી કેટલા સમય થી સક્રિય છે ? ટોળકી માં અન્ય કોઈ શામેલ છે કે કેમ તેમજ આ ટોળકી કોના ઇશારે કામ કરતી હતી તે અંગે જાણવા માટે પોલીસ દ્વારા આ તમામ આરોપીઓ ને કોર્ટ માં રજુ કરવામાં આવ્યા હતા જ્યાં નામદાર કોર્ટે આ તમામ આરોપીઓ ના બે દિવસ ના રિમાન્ડ મંજૂર કર્યા છે,ત્યારે પોલીસ માટે આરોપીઓ ના રિમાન્ડ ના આ બે દિવસ ખૂબ મહત્વ ના સાબિત થશે.ભેજાબાજો દ્વારા ભૂતકાળ માં કરાયેલા કારનામાઓ નો પડદો પોલીસ ની તપાસ માં ઊંચકાશે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે.
સુરતમાં હિટ એન્ડ રન: ટ્રકે વિદ્યાર્થીનીને અડફેટે લેતા કરૂણ મોત, ટ્રકના પૈડાએ કુચ્ચો