Vadodara Rains: વડોદરામાં થોડા સમય પહેલા ફરી એકવાર વરસાદનો સામનો શહેરીજનોએ કર્યો હતો. આ શહેરના લોકો પૂરના આઘાતમાંથી બહાર નીકળ્યા નહતા. ત્યાં ફરી વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. આ પાણી ભરાયા તેને લગભગ 72 કલાકથી વધુનો સમય થયો. પરંતુ હજુ પણ પાણી ઓસર્યા નથી. ત્યારે જુઓ બેદરકાર VMCના પાપે પરેશાન થઈ રહેલી પ્રજાનો આ અહેવાલ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરી ગુજરાતીઓના જીવ પડીકે બંધાયા! આ આગાહી નવરાત્રિ-દશેરાની મજા બગાડે તેવી પુરેપુરી...


  • વડોદરામાં હજુ નથી ઓસર્યા પાણી

  • VMCના પાપે પ્રજા થઈ રહી છે પરેશાન

  • વરસાદી પાણીનો હજુ નિકાલ નહીં

  • પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં લોકો હેરાન

  • ક્યારે થશે આ પાણીનો નિકાલ?


વડોદરામાં ફરી પૂર! 5 ઇંચ વરસાદમાં શહેર પાણી પાણી, 72 કલાક પછી પણ આ વિસ્તારોમાં...


વડોદરા શહેર આ ચોમાસામાં ભયંકર પૂરનો સામનો કર્યો હતો. એ વડોદરા જે કોર્પોરેશનના પાપે ડૂબ્યું હતું. પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ હતી. શહેરીજનોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. એ જ વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ ફરી એકવાર માત્ર 5 ઈંચ વરસાદ આવ્યો અને શહેરના અનેક વિસ્તાર પાણીમાં ડૂબી ગયા. વરસાદમાં પાણી ભરાઈ ગયા એ તો બરાબર પણ 72 કલાક પછી પણ હજુ સુધી આ પાણી ઓસર્યા નથી. પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીઓમાં બેથી ત્રણ ફુટ સુધી પાણી ભરાયેલા છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.


  • સોસાયટીમાં ભરાયા પાણી

  • આ પાણી ક્યારે ઓસરશે?

  • VMCના પાપે પરેશાની

  • ગટરના પાણી મારે છે બેક 

  • દુર્ગંધ મારતું છે આ પાણી

  • 72 કલાક પછી પણ પાણી

  • લોકો ત્રાહિમામ

  • 2થી 3 ફુટ સુધી પાણી


આ મેદાનમાં ગમે એટલો વરસાદ પડશે તો પણ કલાકમાં જ થઇ જશે પાણીનો નિકાલ, ખેલૈયાઓ નિરાશ...


કોર્પોરેશને પૂર પછી પણ કોઈ બોધપાઠ લીધો હોય તેમ લાગતું નથી. રાજમાર્ગોની સાથે અનેક સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે. આ પાણીનો કોઈ નિકાલ ન હોવાથી લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. લોકોના ઘરમાં પાણી પ્રવેશી જતાં ફર્નિચર સહિત ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું છે.


વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવેલી વૈકુંઠ સોસાયટી, પ્રભુ સોસાયટી સહિત આસપાની અનેક સોસાયટીઓ જાણે બેટ બની ગઈ છે. તગડો ટેક્ષ આપીને પણ તંત્રના પાપે મુશ્કેલી સિવાય અહીંના લોકોને કંઈજ મળ્યું નથી. પાણી ઓસરતા નથી તેથી પ્રજાની હાલાકી ઓછી થઈ રહી નથી. વરસાદી પાણીની સાથે હવે તો ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે. જેના કારણે લોકોને રોગચાળો ફાટી નીકળવાનો સતત ભય સતાવી રહ્યો છે.


બોટાદમા ટ્રેન ઉથલાવવાના પ્રયાસમા નવો વળાંક; આરોપીઓનો ચોંકાવનારો ખુલાસો, જાણો ષડયંત્ર


વડોદરામાં વારંવાર પૂર આવે છે. આ પૂરથી પ્રજા દર વર્ષે હેરાન થાય છે. પરંતુ વડોદરા કોર્પોરેશનના નઘરોળ અધિકારીઓ અને સત્તાધીશો કોઈ શીખ લેતા નથી. ભ્રષ્ટાચાર અને ઢીલી નીતિને કારણે જનતાએ દર વખતે ડૂબવાનો વારો આવે છે. સરકાર સહાય પણ આપે છે, પણ લાખના નુકસાન સામે માત્ર હજારની સહાય આપે છે. ત્યારે હવે જોવું રહ્યું કે શહેરમાં જ્યાં જ્યાં પાણી ભરાયેલા છે તેના નિકાલ માટે તંત્ર ક્યારે કાર્યવાહી કરે છે.