રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરા શહેરમાં અકસ્માતોની સંખ્યા વધતા ટ્રાફિક પોલીસે જાહેરનામું તેમજ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા ભારદારી વાહનો વિરુદ્ધ સર્જીકલ સ્ટ્રાઇક કરી વાહનો ટીટેઇન કરવાની કાર્યવાહી હાથ ધરી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપને મોટી રાહત, ક્ષત્રિય સમાજમાં ડખો પેઠો! કાઠી ક્ષત્રિય સમાજે રૂપાલાને માફ કર્યા


વડોદરા શહેરમાં બે દિવસ પહેલા જ ડમ્પરની ટકકરે એક યુવાનનો જીવ ગયો હતો, ત્યારે શહેર ટ્રાફીક શાખાએ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનો વિરુદ્ધ તવાઈ બોલાવી છે. વડોદરા શહેરમાં અવાર નવાર ડમ્પરના કારણે અકસ્માત સર્જાય છે અને નિર્દોષ નાગરિકો તેનો ભોગ બનતા હોય છે. શહેર પોલીસનું જાહેરનામું હોવા છતાં ભારદારી વાહનો શહેરમાં પ્રતિબંધિત સમયે પ્રવેશતા હોય છે અને બેફામ રીતે વાહન હંકારી વાહનચાલકો તેમજ રાહદારીઓને અડચણરૂપ થતા હોય છે.


રાજકોટ બેઠકના સમીકરણો બદલાયા! પહેલા દિવસે 100 ક્ષત્રિયાણીએ ફોર્મ ઉપાડ્યા, શું બેલેટ


વડોદરા શહેરમાં સવારે 7 વાગ્યા થી બપોરે 1 તેમજ સાંજે 4 થી લઇ 9 વાગ્યા સુધી ભારદારી વાહન પર પ્રવેશબંધી છે છતાં બેરોકટોક ચાલતા ભારદારી વાહનો પર લગામ લાગે અને નિર્દોષ નાગરિકોનો ભોગ ન લેવાય તે માટે પોલીસ એક્શનમાં આવી છે અને ઝુંબેશ શરૂ કરી છે. ટ્રાફિક પોલીસે પશ્ચિમ ઝોનમાં છેલ્લા એક મહિનામાં ઝુંબેશ હાથ ધરી 160થી પણ વધુ ભારદારી વાહનો ડિટેઇન કર્યા છે. જેમાં ડમ્પર, મિક્સન કોંક્રીટ મશીન, ટ્રક, આઇસર, લક્ઝરી બસો ડિટેઇન કરી છે. ટ્રાફિક વિભાગની આ ઝુંબેશથી ટ્રાફિક કચેરી બહાર મોટી સંખ્યામાં ભારે વાહનોનો જમાવડો જોવા મળી રહ્યો છે…વડોદરા શહેરમાં બેફામ રીતે ભારદારી વાહન હંકારતા ભારદારી વાહનો સામે હાલમાં પણ ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી ચાલુ જ છે. 


આ ભયંકર આગાહી જાણી લેજો! ગુજરાતમાં ભર ઉનાળે થશે કડાકા ભડાકા, આ વિસ્તારોનું આવી બનશે!


ટ્રાફિક પોલીસની ભારદારી વાહનો પર સર્જિકલ સ્ટ્રાઈકથી ભારદારી વાહન ચાલકો તેમજ સંચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ટ્રાફિક પોલીસની કાર્યવાહીથી વડોદરાના નાગરિકો ખુશ છે. વડોદરાના યુવાન ટ્રાફિક પોલીસની કાર્યવાહીને યોગ્ય ગણાવી રહ્યા છે. સાથે જ કાયમી આજ પ્રકારે ભારદારી વાહનો સામે કાર્યવાહી કરવામાં આવે તેમજ ટ્રાફિક નિયમોનું અને જાહેરનામાનું પાલન થાય તેવી માંગ પણ કરે છે. 


વર્ષો બાદ અમદાવાદમાં વધુ ત્રણ રૂટ પર દોડશે ડબલ ડેકર લાલ બસ, મુસાફરોને પડશે જલસો


ડમ્પર સહિત ભારદારી વાહનચાલકો પર વડોદરા ટ્રાફિક પોલીસે સર્જિકલ સ્ટ્રાઈક કરતાં વાહનના સંચાલકો દોડતા થયા છે. ટ્રાફિક પોલીસ વાહનચાલકોને RTO મેમો આપીને દંડાત્મક કાર્યવાહી કરી રહી છે, પરંતુ લોકોના જીવ બચાવવા હજી કડક કાર્યવાહી કરાય તે ખુબ જરૂરી છે.


અમદાવાદમાં 50 વર્ષીય વૃદ્ધે સગીરા સાથે માણ્યું વારંવાર શરીરસુખ, આ રીતે ફૂટ્યો ભાંડો