જયંતિ સોલંકી/વડોદરા :સંસ્કારી અને ઉત્સવ નગરી કહેવાતા વડોદરા શહેરમાં તહેવારને લઈને અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે વડોદરા શહેરમાં ગણપતિ તહેવારને થોડા દિવસો બાકી છે, જેને લઇને ગણપતિ મંડળો તેમજ ઘરમાં શ્રીજીની પ્રતિમાન બિરાજમાન કરવા માટે પરિવાર શહેરના નવલખી મેદાન પર આવેલા ગણપતિ સ્ટોલ પર આવી રહ્યા છે. આગામી વર્ષે કોરોના કાળના કારણે તમામ ઉત્સવ સરકાર તરફથી રદ કરવામાં આવ્યા હતા, ત્યારે કોરોના કાળ બાદ સરકાર દ્વારા નિયમોમાં છૂટ આપવામાં આવી. જેને લઇને આગામી દિવસોમાં આવનાર ગણપતિ મહોત્સવને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે ગણપતિ મંડળ અને પરિવારો શ્રીજી પ્રતિમાઓ લેવા શહેરના નવલખી મેદાન ખાતે ઉમટી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : પાટીલે આપને દેશના સૌથી મોટા દુશ્મન દેશ સાથે સરખાવ્યા, કહી મોટી વાત


છેલ્લા બે વર્ષથી કોરોના કાળના કારણે તમામ ઉત્સવો રદ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે સરકાર તરફથી નિયમોમાં છૂટ આપવામાં આવી છે. જેને લઇને આગામી ગણપતિ ઉત્સવને લઈને શ્રીજી ભક્તોમાં ઘણો ઉત્સાહ જોવા મડ્યો છે. શ્રીજીની માટીની પ્રતિમા લેવામાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. આવામાં કોરોના કાળ બાદ તમામ ચીજ વસ્તુઓમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે જેને લઈને આ વખતે શ્રીજીની માટીની પ્રતિમામાં પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેને લઈને લોકોને મુશ્કેલીઓ પડી રહે છે. પરંતુ કોરોના કાળ બાદ જ્યારે માંડ ગણપતિનો ઉત્સવ ઉજવવાનો લોકોમાં ઉત્સાહ છે ત્યારે શ્રીજી માટે લોકોને મોંઘવારીને પણ જતી કરી રહ્યાં છે. મોંઘી પ્રતિમાઓ પણ ભક્તો લઈ જઈ રહ્યા છે.


આ પણ વાંચો : પાડાના વાંકે પખાલીને ડામ : તેલના ભાવ વધવાનું આ છે કારણ, જેને કારણે જનતા પીસાઈ રહી છે 


મૂર્તિ બનાવનારા કાજલ ચુનારાએ જણાવ્યું કે, વડોદરા શહેરમાં તમામ ઉત્સવને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. વડોદરા શહેરમાં માટીના શ્રીજીની પ્રતિમાનો લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. બીજી તરફ ગણપતિ મંડળઓ દ્વારા પીઓપીની શ્રીજીની પ્રતિમાઓ પણ લોકો લઈ જઈ રહ્યા છે. જ્યારે કોરોના કાળમાં તમામ વેપાર ધંધો બંધ હાલતમાં હોવાના કારણે આ વખતે માટીની શ્રીજીની પ્રતિમામાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. છતાં પણ ગણપતિ મંડળો અને ઘરમાં બિરાજમાન કરતા શ્રીજી ભક્તો ગણપતિની પ્રતિમા લેવામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માટીની શ્રીજી પ્રતિમા 500 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધીની બનાવવામાં આવી છે. 


મૂર્તિકારોને અલગ અલગ શ્રીજી મંડળ દ્વારા અલગ અલગ થીમ ઉપર પ્રતિમા બનાવવાના ઓર્ડર પણ મળ્યાં છે. મંદિર, દગડુ ગણેશ, કોરોના કાળ દરમિયાન લોકડાઉન્માં ઘરમાં કેરમ બોર્ડ રમતા શ્રીજી, લાલબાગના રાજા, હાથીની સવારી પર શ્રીજી, એવા અલગ અલગ થીમ ઉપર શ્રીજીની માટીની પ્રતિમા બનાવવામાં આવી છે.