વડોદરા : શહેરમાં પાણીના મુદ્દે ભાજપ કોગ્રેસના સભ્યો કોર્પોરેશન કચેરીમાં સામસામે આવી જતાં હડકંપ મચી જવા પામ્યો. પાણીના મુદ્દે આંદોલન કરી રહેલા કોગ્રેસના કાર્યકરોએ મેયર, ડેપ્યુટી મેયર અને ભાજપના કોર્પોરેટરોને ધકકે ચઢાવી પાલિકાની સામાન્ય સભામાં જતાં રોકતા ભાજપે પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી છે. વડોદરામાં છેલ્લા છ માસથી પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં દૂષિત પાણી આવી રહ્યું છે. જેના કારણે કોગ્રેસ લાલઘુમ થઈ છે. કોગ્રેસે પાલિકાની કચેરીએ પહોચી ઢોલ નગારા વગાડી વિરોધ કર્યો. સાથે જ પાલિકાના મુખ્ય દરવાજા પાસે માંટલા ફોડી પાણી આપવા માંગ કરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેયર સાથે ધક્કામુક્કીનો વીડિયો જોવા માટે કરો ક્લિક...


પાલિકામાં સામાન્ય સભા હતી જેમાં તમામ કોર્પોરેટર બેસવાના હતા પરંતુ કોગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ અને પાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ કોગ્રેસ કાર્યકરો સાથે સભાગૃહના દરવાજે સુઈ જઈ વિરોધ કરવા લાગ્યા. મેયર, ડેપ્યુટી મેયર, ભાજપના કોર્પોરેટરોને વિરોધ કરી રહેલા કોગ્રેસ કાર્યકરોએ ધકકે ચઢાવ્યા, અપશ્બદો બોલ્યા. તેમજ હાય હાયના નારા લગાવી હુરીયો બોલાવ્યો. એટલું જ કોગ્રેસ કાર્યકરો અને ભાજપના કોર્પોરેટર સામસામે આવી ગયા અને બંને વચ્ચે ઘર્ષણ પણ થયું. ભારે જહેમત બાદ ધકકામુકીમાં મેયર, ડેપ્યુટી મેયરને સભાગૃહમાં અંદર લઈ જવાયા જયાં મેયરને શ્વાસ લેવામાં તકલીફ પડતા તાત્કાલીક પાણી પીવડાવવામાં આવ્યું. મેયરે કોગ્રેસના વિરોધને વખોડી વિરોધ કરી રહેલા તમામ કોગ્રેસ હોદ્દેદારો અને કાર્યકરોની ધરપકડની માંગ કરી. તો ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણે કોગ્રેસના વિરોધને ગુંડાગર્દી ગણાવી. જયારે સાંસદ રંજનબેન ભટ્ટે કોગ્રેસે મહિલા મેયરનું નહિ પરંતુ વડોદરાની જનતાનું અપમાન કર્યું તેમ કહ્યું. 


ધક્કામુક્કી બાદ મેયરે આપ્યું નિવેદન...


ગોલ્ડન ગેંગનો પોલીસે કર્યો પર્દાફાશ: નકલી સોનું પધરાવવાની રીત જાણી ચોંકી ઉઠશો


પાલિકાની સભામાં હર હંમેશ પોલીસ બંદોબસ્ત ગોઠવાતો હોય છે. કોર્પોરેશનના સિકયોરીટીના જવાન પણ બંદોબસ્તમાં હોય છે. પરંતુ કોગ્રેસના ઉગ્ર વિરોધ સમયે જ પુરતો બંદોબસ્ત જોવા ન મળ્યો. પાલિકાના વિપક્ષ નેતાએ ભાજપ પર લોકોને ચોખ્ખુ પાણી આપવાના બદલે તેમના વિરોધને રોકવાનો આક્ષેપ કર્યો સાથે જ સામાન્ય સભા સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેને મુલતવી કરી દીધી તો મેયરને સભામાં આવવાની કેમ જરૂર પડી તેવો વળતો સવાલ કર્યો છે. 


રાજકોટમાં ટ્રિપલ તલાક બાદ પત્નીને તરછોડનાર પતિ વિરુદ્ધ કેસ દાખલ
મહત્વની વાત છે કે વડોદરાવાસીઓ છેલ્લા 6 માસથી પાણી માટે વલખાં મારી રહ્યા છે. તેમ છતાં સત્તાધીશો લોકોને ચોખ્ખુ પાણી નથી આપી રહ્યા. ત્યારે રાજય સરકારે વડોદરાવાસીઓને ચોખ્ખુ પાણી દિવાળી પહેલા મળે તે માટે ખાસ ગાંધીનગરથી 5 અધિકારીઓની ટીમ મોકલી છે. ત્યારે શું ભાજપ કોગ્રેસના ઝઘડામાં લોકોને ચોખ્ખુ, સમયસર અને પુરતા પ્રેશરથી પાણી મળશે કે કેમ તે જોવુ રહ્યું.